મોરબી ખાણ ખનીજની ટીમે દ્વારા જિલ્લામાં પાંચેક દિવસથી ચેકીંગની ઝુબેશ હાથ ધરવામાં આવી છે. તે ચેકીંગ દરમિયાન રેતી અને મોરમની ખનીજ ચોરી કરતા અલગ અલગ ત્રણ વાહનો ઝડપી સ્થાનિક પોલીસને હવાલે કરી અંદાજે આઠ થી નવ લાખ જેટલો દંડ ફટકાર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા ખાણ ખનીજ અધિકારી જે.એસ.વાઢેરની સૂચનાથી માઇન્સ સુપર વાઇઝર એમ.આર.ગોજીયા, જી.કે.ચંદારાણા અને સર્વેયર ગોપાલ સુવા સહિતની ટિમ દ્વારા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ચેકીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મહેન્દ્રનગર ચોકડી અને ગોરખીજડીયા નજીકથી રેતીનું ગેરકાયદેસર વહન કરતા બે ડમ્પર તેમજ લજાઈ નજીકથી મોરમ ખનીજનું વહન કરતા એક વાહન સહીત કુલ એકાદ કરોડની કિંમતના ત્રણ વાહનો કબ્જે કરી સ્થાનિક પોલીસ મથકના હવાલે કરી ખનીજ ચોરી બદલ આઠ થી નવ લાખ દંડ ફટકારવા તજવીજ હાથ ધરી હતી..