શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા, યુવા કમિટી અને મહિલા સમિતિ દ્વારા પાંચમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લેઉવા પાટીદાર સમાજના ૨૧ નવ યુગલો તા. ૧૪-૦૨-૨૪ ને વસંત પંચમીના દિવસે પ્રભુતામાં પગલાં માંડશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા અને રમેશભાઈ ટીલાળા સહિતના લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા, યુવા કમિટી અને મહિલા સમિતિ દ્વારા તા. ૧૪-૦૨-૨૪ ને વસંત પંચમીના દિવસે 5મોં સમૂહ લગ્નોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. પાટીદાર સમાજ દરેક ક્ષેત્રમાં આગળ છે. ત્યારે નવી પેઢીને નવી દિશા આપવા માટે બિન જરૂરી ખોટા ખર્ચાઓ કે દેખાદેખીથી દૂર રહી સમાજનો સર્વાંગી વિકાસ સાધવા માટે યુવા કમિટી અને માહિકલ કમિટી દ્વારા ૨૧ નવ દંપતીઓના સમૂહ લગ્નોત્સવનું ટંકારાના મોરબી-રાજકોટ હાઇવે દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે આયોજન કરાયું છે. જેમાં ૧૪ તારીખે સવારે ૮:૦૦ વાગ્યે ગણેશ સ્થાપના, ૮:૩૦ વાગ્યે સ્નેહ મિલન, ૯:૦૦ વાગ્યે વિધાર્થી સત્કાર સમારોહ, ૧૨:૦૦ વાગ્યે ભોજન સમારંભ, ૦૨:૩૦ વાગ્યે જાન આગમન અને સામૈયા, સાંજે ૦૪:૦૦ વાગ્યે દાતાઓનું સન્માન, ૦૪:૪૫ વાગ્યે હસ્ત મેળાપ, ૦૫:૧૬ વાગ્યે નવ દંપતીને આશીર્વચન, ૦૬:૦૦ વાગ્યે મંગલ ફેરા, સાંજે ૦૭:૦૦ વાગ્યે સંધ્યા ભોજન અને ૦૮:૦૦ વાગ્યે કન્યા વિદાય કાર્યક્રમ યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા અને રમેશભાઈ ટીલાળા સહિતના લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.