વાંકાનેરમાં ૫૧ વર્ષીય પ્રૌઢે પોતાના ખેતરમાં માલઢોર ચરાવવાની ના પાડતા આરોપીએ એકદમ ઉશ્કેરાઈ જઈ બેફામ ગાળો આપી લાકડી વડે ખેડૂત ઉપર હુમલો કરી ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચાડતા સમગ્ર બનાવ મામલે ખેડૂતે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા અબ્દુલરહીમ આહમદભાઇ શેરસીયા ઉવ.૫૧ એ આરોપી કૈલાસ લીલાભાઇ સરૈયા રહે-ખીજડીયા તા.વાંકાનેર જી.મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરિયાદી અબ્દુલરહીમે પોતાના ખેતરમાં માલઢોર ચરાવવાની આરોપી કૈલાસને ના પાડતા જે બાબતે આરોપીને સારુ નહી લાગતા પોતાના પાસે રહેલ લાકડી વતી અબ્દુલરહીમને આડેધડ માર મારવા લાગેલ અને અબ્દુલરહીમને બંન્ને પગે મુંઢ ઇજાઓ તથા ડાબા હાથે ફેક્ચર જેવી ઇજા પહોંચાડી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી અટક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.