મોરબી એસઓજી ટીમે વાંકાનેર-મોરબી રોડ ઉપર રાણેકપર ગામના પાટીયા પાસે આવેલ સ્પામાં ચેકીંગ હાથ ધરતા સ્પામાં કામ કરતી વર્કરની નજીકના પોલીસ મથકમાં નોંધ નહિ કરાવનાર તથા સ્પા પાર્લરમાં સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં નહિ રાખનાર સ્પા-સંચાલક મળી આવતા તેની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર-મોરબી રોડ ઉપર રાણેકપરના પાટીયા પાસે આવેલ સ્પર્શ સ્પામાં મોરબી એસઓજી પોલીસ ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરતા સ્પર્શ સ્પા પાર્લરમાં કામ કરતી સ્પા-વર્કરના બાયોડેટાના ફોર્મ ભરી સંબંધિત પોલી મથકમાં નોંધ નહિ કરાવ્યાનું સામે આવ્યું હતું તથા સ્પર્શ-સ્પામાં લગાવેલા સીસીટીવી કેમેરા પણ ચાલુ હાલતમાં ન રાખી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા આરોપી એવા સ્પર્શ-સ્પાના સંચાલક મેનેજર રવીન્દ્રભાઇ ઉર્ફે લાલો નવીનચંન્દ્રભાઇ સોલંકી ઉવ.૪૦ ધંધો-સ્પા સંચાલક રહે.વાંકાનેર દરબારગઢ રોડ, સોનીશેરીની સ્થળ ઉપરથી અટક કરી આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.