મોરબીનાં લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ ઘડિયાળ બનાવતા કારખાનામાં ગઈકાલે રાત્રિના સમયે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી,
મળતી માહિતી અનુસાર,ગત રાત્રે મોરબી શહેરના લાતીપ્લોટમાં આવેલ ઘડિયાળ બનાવતા કારખાનામાં ભીષણ આગ લાગી હતી. જે અંગે લોકો દ્વારા મોરબી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગને કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધાર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, લાતીપ્લોટ ૬-૭ વચ્ચે વૈભવ ફટાકડા સામે આવેલ બિલ્ડીંગમાં ત્રીજા માળે હિમાલયા ફ્રેમ નામના કારખાનામાં આગ લગતા મોરબી ફાયરની ટીમ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. જો કે, બનાવ સમયે કારખાનામાં કોઈ હાજર હતું નહિ જેથી જાનહાની ટળી હતી.આગ બુઝાવવા મોરબી ફાયર ના તમામ સાધનો કામે લગાડી દેવાયા હતા છતાં પણ આગ બેકાબૂ રહેતા અંતે રાજકોટથી વોટર બ્રાઉઝર સાથે એક ફાયર ની ટીમ ને બોલાવવામાં આવી હતી.જે બાદ મોડી રાત્રે ૨.૪૫ વાગ્યા આસપાસ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો.આગ ને કારણે થોડો માલ સામાન પણ ખાક થઈ ગયો હતો જોકે મોરબી ફાયર ની ટીમ અને અન્ય લોકો ના સહયોગ ને કારણે લાખોની કિંમતનો મોટાભાગ નો માલ સમાન હેમખેમ બહાર કાઢી લેવામાં આવતા મોટું નુકશાન અટકી ગયું હતું.