Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીના અણીયારી જેતપર રોડ ઉપરથી કારમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમ...

મોરબીના અણીયારી જેતપર રોડ ઉપરથી કારમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમ ઝડપાયો

પોલીસે ઇંગ્લીંશ દારૂની ૩૭૬ બોટલ તથા ક્રેટા કાર સાથે એકને દબોચ્યો અન્ય ત્રણના નામ ખુલ્યા

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડ નાઈટ રાઉન્ડ કોમ્બીંગમાં હોય ત્યારે મળેલ બાતમીને આધારે અણિયારી-જેતપર રોડ ઉપરથી વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપી લેવાઈ હતી. આ સાથે ક્રેટા કારમાંથી વિદેશી દારૂની ૩૭૬ નંગ બોટલ તથા કારના ચાલકની અટકાયત કરવામાં આવી હતી. પકડાયેલ ક્રેટા કારના ચાલકની પ્રાથમિક પૂછતાછમાં અન્ય ત્રણ શખ્સોના નામ ખુલતા તેમને ફરાર દર્શાવી કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.હેઠળ ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસ સ્ટાફ જનરલ નાઈટ રાઉન્ડમાં હોય તે દરમ્યાન પો.હેડ કોન્સ. ચંદુભાઇ કાણોતરા, ભરતભાઇ જીલરીયા, પો.કો. દશરથસિંહ પરમાર, તેજસ વિડજાને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે અણીયારી – જેતપર રોડ ઉપર સફેદ હ્યુંડાઇ ક્રેટા કાર નં. જીજે-06-પીએચ-2112 માં પરપ્રાંતમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવનાર છે તેવી ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળેલ હતી.

મળેલ બાતમીને આધારે અણિયારી-જેતપર રોડ ઉપર મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટાફ વોચમાં હોય ત્યારે ત્યાંથી પસાર થયેલ ક્રેટા કાર રજી. નં. જીજે-06-પીએચ-2112ને રોકી તેની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૩૭૬ નંગ બોટલ ઝડપી લેવાઈ હતી. આ સાથે પોલીસે સ્થળ ઉપરથી ક્રેટા કાર ચાલક નગારામ ભગવાનરામ ચૌધરી ઉવ.૩૧ રહે. રામજી કા ગોલ ફાટા,તા.ગુડામાલાણી જી. બાડમેર રાજસ્થાનની અટક કરી હતી. જયારે વિદેશી દારૂના જથ્થો મોકલનાર,મંગાવનારની પ્રાથમિક પૂછપરછમાં અન્ય આરોપી ત્રણ આરોપી નરેશકુમાર મલાજીભાઇ પઢીયાર રહે. શેરપુરા તા. ડીસા જી. બનાસકાંઠા, જમારામ ઉફે જગમાલ જેઠારામ પ્રજાપતિ રહે. તેજીયાવાસજી.બાડમેર રાજસ્થાન, યશપાલસિંહ ધનુભા જાડેજા રહે.ખાનપર તા.જી. મોરબીના નામ ખુલવા પામ્યા હતા. હાલ એલસીબી પોલીસે ક્રેટા કાર કિ.રૂ.૭ લાખ તથા વિદેશી દારૂની ૩૭૬ નંગ બોટલ કિ. ૧,૩૭,૬૨૦/- સહીત કુલ રૂ. ૮,૪૨,૬૨૦/-નો મુદામાલ કબ્જે લઇ તમામ આરોપીઓ સામે તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!