Friday, May 10, 2024
HomeGujaratવાંકાનેરના જાલીડા ગામે યુવક ઉપર સગા બે ભાઈ અને ભાભીએ હુમલો કર્યો

વાંકાનેરના જાલીડા ગામે યુવક ઉપર સગા બે ભાઈ અને ભાભીએ હુમલો કર્યો

વાંકાનેરના જાલીડા ગામે ભાડાપટ્ટે આપેલ બોલેરો વાહનનો હિસાબ માંગતા યુવક તથા તેના પત્ની ઉપર સગા બે ભાઈઓ તથા તેમની પત્નીઓ દ્વારા ગાળો આપી ઝપાઝપી કરી યુવકની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ મૂળ જાલીડા ગામના રહેવાસી હાલ વાંકાનેરના મનમંદિર બસ સ્ટેન્ડ પાસે રહેતા સુરેશભાઇ સામતભાઇ ચૌહાણ ઉવ.૩૭ એ આરોપી ભુપતભાઇ, ગોપાલભાઇ, મીનાબેન ભુપતભાઇ, રાણીબેન ગોપાલભાઇ રહે.બધા જાલીડા તા.વાંકાનેર જી.મોરબી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.ગઇ તા.૧૭/૦૨/૨૦૨૩ ના રોજ સુરેશભાઈ તેમની પત્ની હંસાબેન તથા દીકરી બંસી સાથે જાલીડા ગામે કુળદેવી માં ના દર્શન કરવા ગયેલ ત્યારે ત્યાં સુરેશભાઈના સગા ભાઈ ભુપતભાઈ પાસે સુરેશભાઈની બોલેરો ગાડી નં.GJ-11-TT-6267 રૂ.૫૦૦ ના ભાડા પેટે રાખેલી હોય જેનો હીસાબ ભુપતભાઈ પાસે માગતા સુરેશભાઈને કહેવા લાગેલ કે ‘ગાડી ના પૈસા કે ગાડી પણ દેવી નથી’ તેમ કહી ગાળા-ગાળી કરી સુરેશભાઈને ઢીકાપાટુનો મુંઢ માર મારેલ ત્યારે ભુપતભાઈના પત્ની મીનાબેન તથા મારા બીજા ભાઇ ગોપાલ તથા તેના પત્ની રાણીબેન આ બધા સાથે મળી સુરેશભાઈ સાથે ઝપાઝપી કરેલ અને મારી દીકરી બંસીબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે મુજબની ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!