હાલનાં સમયમાં શિક્ષણ સાથે પ્રગતિ કરવી તે દરેક સમાજનો મુખ્ય ઉદ્દેશ્ય છે. લોકોમાં પણ શિક્ષણને લઈને જાગળતા આવી છે. અને વિવિધ શાળાઓ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે. ત્યારે મોરબીની નાસા ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા પણ ગત તા.21/2/2024 ને બુધવારના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.
મળતી માહિતી અનુસાર, ગત દિવસ તા.21/2/2024 ને બુધવારના રોજ નાસા ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ટંકારા તાલુકાના ટીપીઓ જીવણભાઈ જારીયા, મોરબી સેલફાઇનાન્સ એસોસિયનના પ્રમુખ મનોજભાઈ ઓગાણજા,ટંકારા સેલફાઇનાન્સ એસોસિયનના પ્રમુખ યોગેશભાઈ ઘેટીયા, ભાજપ તાલુકા ઉપપ્રમુખ દિનેશભાઈ વાઘરીયા, બી.આર.સી કોઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર, નાસા સ્કૂલના પ્રમુખ વિજયભાઈ ભાડજા, ટંકારા તાલુકાના વિવિધ સ્કૂલના સંચાલક તથા આચાર્ય મિત્રો તથા નાસા સ્કૂલના ટ્રસ્ટ્રી ગણએ હાજરી આપી હતી.
ગત વર્ષ વાર્ષિક પરીક્ષાના રીઝલ્ટ નું મેડલ વિતરણ તથા શીલ્ડ વિતરણ કર્યું હતું. જેમાં ધોરણ કેજી થી 9 અને 11 તથા ગત વર્ષ બોર્ડના ધોરણ 10 અને 12 નાં રીઝલ્ટ માં પ્રથમ દ્વિતીય અને તૃીતીય નંબર આવેલા વિદ્યાર્થીઓને મેડલ અને શીલ્ડ વડે સન્માનિત કર્યા હતા. જે કાર્યક્રમને સફળ બનાવવા માટે નાસા સ્કૂલ પરિવારે ભારે જેહમત ઉઠાવી હતી. ત્યારબાદ કાર્યક્રમને અંતે વિજયભાઈ ભાડજાએ ધોરણ 10 અને 12 ને અનુલક્ષી વિદ્યાર્થીઓ અને વાલીગણને સંબોધન કર્યું હતું.