મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે શ્રી રામ કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ કથાશ્રવણનો લાભ લીધો હતો.
મુકેશ ભગતના જણાવ્યા અનુસાર, રામધન આશ્રમ મોરબી ખાતે જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા ભવ્ય જ્ઞાન રામકથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાસપીઠ પર રત્નેશ્વરી દેવીએ કથાનું રસપાન કરાવ્યું હતું. કથા દરમિયાન અનેક સંતો-મહંતો, રાજકીય આગેવાનો, જુદી જુદી જ્ઞાતિના આગેવાનો, મહિલા મંડળો, જલારામ પ્રાર્થના મંદિરનાં આગેવાનો તથા જુદા-જુદા ગામથી ભક્તો પધાર્યા હતા. જેને લઈ દરેક માટે સમૂહ પ્રસાદનું આયોજન કરાયું હતું. તેમજ કાર્યક્રમમાં વિવિધ પ્રસંગો 108 લોટ રાંદલ, મહાયજ્ઞ, મેડિકલ કેમ્પ વગેરે પણ યોજાયા હતા. તેમ મુકેશ ભગત દ્વારા જણાવવામાં આવ્યું હતું