Sunday, November 17, 2024
HomeGujaratમોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજનાં ૩૭મા સમૂહ લગ્ન યોજાયા 

મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજનાં ૩૭મા સમૂહ લગ્ન યોજાયા 

સંતો મહંતો, અધિકારી, પદાધિકારી અને સમાજ શ્રેષ્ઠિઓની હાજરીમાં મોરબી ૧૮ અને થાનમાં ૧૪ નવદંપતી પ્રભુતામાં પગલાં પાડ્યા:દંપતીને સોના – ચાંદી સહીત ૧૨૦ થી વસ્તુઓ તેમજ જીવન ઉપયોગી અને શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટેના પુસ્તકો પણ કરિયાવરમાં અપાયા

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજનો ૩૭ મો સમૂહ લગ્ન યોજાયો જેમાં સંતો મહંતો, અધિકારીઓ – પદાધિકારીઓ અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોરબીમાં ૧૮ અને થાનમાં ૧૪ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા . દિકરીઓને સોના – ચાંદી સહીત ૧૨૦ થી વસ્તુઓ તેમજ જીવન ઉપયોગી અને શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટેના પુસ્તકો પણ કરિયાવરમાં અપાયા

મોરબી અને થાનમાં વરિયા પ્રજપતિ સમાજનો ૩૭મો સમૂહ લગ્ન યોજાયો હતો. જેમાં મોરબીમાં નેશનલ હાઇવે પર રિવેરા સીરામીક ખાતે સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં ૧૮ નવદંપતી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા , આ સમૂહ લગ્નના અધ્યક્ષ તરીકે ડો. માધુરીબેન ચેતનભાઈ વારેવાડીયા, ઉપાધ્યક્ષ તરીકે અનિલભાઈ અંદોદરીયા, હડમતીયા મહંત મેહુલદાસબાપુ ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, ડે. કલેકટર સુશીલ પરમાર, જેલ અધિક્ષક ડી.એમ. ગોહિલ. આરટીઓ અધિકારી રોહિત પ્રજાપતિ સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા ઉપસ્થિત મહાનુભવોએ ૩૭ વર્ષથી થતા સમૂહ લગ્નના કાર્યને બિરદાવી સમાજમાં શિક્ષણ પર વધુ ભાર આપવા અપીલ કરી હતી આ સમૂહ લગ્નમાં વરિયા પ્રજાપતિ વિદ્યોત્તેજક મંડળ દ્વારા ભવ્ય પુસ્તક પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સમૂહ લગ્નને સફળ બનાવવામાં પ્રમુખ ગોકળભાઇ ભોરણીયા, પ્રવીણભાઈ વારનેસીયા સહીત ૧૦૦થી વધુ કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી

જયારે થાનમાં વરિયા પ્રજાપતિ સમાજ વાડી ખાતે સુરેન્દ્રનગર જિલ્લાનો સમૂહ લગ્ન યોજાયો હતો. જેમાં ૧૪ નવદંપતી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા .આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, સમારંભના પ્રમુખ નિવૃત ફોરેસ્ટ ઓફિસર હરજીવનભાઇ વરિયા, મહંત મેહુલદાસ બાપુ સહિતના ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. સમૂહ લગ્નને સફળ બનાવવામાં સમાજના પ્રમુખ અમરશીભાઇ અંદોદરીયા સહિતના ૧૦૦થી વધુ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!