દુબઈ,થાઈલેન્ડ યુએસએ, બાંગ્લાદેશ સહિતના દેશોમાં હાલ હળવદના દાડમની નિકાસ
હળવદ પંથકમાંથી માળીયા, મોરબી અને ધાંગધ્રા ત્રણ કેનાલો પસાર થાય છે અને ત્રણે કેનાલમાંથી ખેડૂતો પિયત માટે પાણી લઈ મોટા પ્રમાણમાં ઉત્પાદન મેળવતા હોય છે પરંતુ હવે ખેડૂતો પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે તેમાં પણ ખાસ કરીને હળવદ પંથકમાં દાડમના ખાનગી માર્કેટિંગ યાર્ડ બનતા મોટા પ્રમાણમાં વાવેતર પણ વધ્યા છે ત્યારે હળવદના દાડમ સાત સમુંદર પાર પહોંચ્યા છે જેમાં દુબઈ,થાઈલેન્ડ યુએસએ, બાંગ્લાદેશ સહિતના દેશોમાં હાલ હળવદના દાડમની નિકાસ થાય છે.
હળવદના સુંદરગઢ ગામના સરપંચ મકનભાઈ પરસોત્તમભાઈ પરમારના જણાવ્યા મુજબ દાડમના પાકમાં સારો એવો નફો મળી રહે છે અને હળવદ પંથકમાં માર્કેટિંગ યાર્ડ પણ ખુલ્યા છે અને વેપારીઓ સીધા જ ખેડૂતો પાસે પહોંચે છે અને જેથી કરીને સારા ભાવ,સારી ક્વોલિટીના દાડમ અને સારી માંગ રહે છે.હળવદ પંથકમાં બાગાયતી પાકના આંકડા જોઈએ તો દાડમ 3630 હેક્ટર,આંબા 60 હેક્ટર ,લીંબુ 2086 હેક્ટર ,બોર 54 હેક્ટર, જામફળ 76 હેક્ટર ,ખારેક અને પપૈયા 85 હેક્ટરમાં વાવેતર થયું છે ટોટલ હળવદ પંથકમાં 5991 હેક્ટર જેટલી જમીનમાં બાગાયતી પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.