વાંકાનેરમાં દિન પ્રતિદિન આવારા તત્વો દ્વારા મારામારી, ધાક ધમકીના બનાવો સામે આવતા હોય છે. ત્યારે વાંકાનેર સીટીમાં કાયદો વ્યવસ્થાના ચીથરા ઉડાવતો વધુ એક બનાવ બનવા પામ્યો છે, જેમાં વિદેશી દારૂની પોલીસમાં બાતમી આપ્યાની શંકાનો ખાર રાખી પ્રૌઢ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાના બનાવમાં પ્રૌઢને પગના ભાગે તેમજ નાકના ભાગે ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં પ્રૌઢ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીની અટક કરવા તજવીજ હાથ ધરી છે.
સમગ્ર બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરના દીવાનપરા પતાળીયા રોડ ઉપર રહેતા નીતીનભાઇ રમણીકલાલ ખીરૈયા ઉવ.૫૧ એ આરોપી હીતેશસિંહ વનરાજસિંહ ઝાલા રહે,મુળ વાંકાનેર આરોગ્યનગર હાલ રાજકોટ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે આરોપી હિતેશસિંહના ભાઇ અજયસિંહ તથા તેનો મીત્ર કીશનભાઇ લોહાણા રહે,વાંકાનેર આરોગ્યનગર વાળા થોડા દીવસ પહેલા ઇગ્લીંશ દારૂમાં પકડાયેલ તે બાતમી પોલીસને નીતિનભાઈએ આપેલ હોવાની શંકા આરોપી હિતેશસિંહને હોય જેથી જેનો ખાર રાખી નીતિનભાઈ બાઈક લઈને ચા ની ફેરી કરવા નીકળ્યા ત્યારે વાંકાનેર-રાજકોટ રોડ ઉપર ગોકુલનગર સામે આરોપીએ ગાળો આપી લોખડના પાઇપ જેવા પાના વતી નીતિનભાઈને પગના ભાગે તથા નાકના ભાગે માર મારી નાકના ભાગે તેમજ પગે નળાના ભાગે ફેકચરની ઇજા પહોચાડયાની નીતિનભાઈ દ્વારા ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી હિતેશસિંહ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.