Friday, October 18, 2024
HomeGujaratવાંકાનેર ને.હાઇવે ઉપર ઉભેલ ડમ્પરની પાછળ બાઈક અથડાતા બે યુવકોના મોત

વાંકાનેર ને.હાઇવે ઉપર ઉભેલ ડમ્પરની પાછળ બાઈક અથડાતા બે યુવકોના મોત

વાંકાનેર મોરબી ને.હાઇવે ઉપર મચ્છુ નદીના પુલ ઉપર રોડની વચ્ચે બંધ હાલતમાં ઉભેલ ડમ્પરના ઠાઠામાં બાઈક ઘુસી જતા બાઈક સવાર બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવારમાં બંને યુવકો મોતને ભેટ્યા હતા. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવમાં કોઈ સિગ્નલ કે આડસ રાખ્યા વિના રોડ વચ્ચે રાખેલ ડમ્પરના ચાલક વિરુદ્ધ મૃતક યુવકના પિતા દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

સમગ્ર માર્ગ અકસ્માતની મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણનગર રહેતા આકાશ રણછોડભાઈ સારલા ઉવ.૧૯ તથા તેનો મિત્ર હર્ષદ દલસાણીયા ઉવ.૨૨ બંને બપોરના અરસામાં બાઈક રજી. જીજે-૩૬-ક્યુ-૯૫૯૪ લઇને બાઇકમાં પેટ્રોલ નખાવવા જતા હોય ત્યારે મોરબી વાંકાનેર ને.હાઇવે ઉપર ડમ્પર રજી. જીજે-૩૬-વી-૪૩૭૭ના ચાલક દ્વારા કોઈ આડસ કે સિગ્નલ રાખ્યા વિના બંધ હાલતમાં રોડ વચોવચ ઉભું રાખેલ ડમ્પરના પાછળના ભાગમાં બાઈક અથડાતા બાઈક સવાર બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા બંને યુવકોને બેભાન હાલતમાં પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંબે યુવકોના સારવાર દરમિયાન મોત નિપજતા મૃતક યુવક આકાશના પિતા રણછોડભાઇ જીવણભાઇ સારલા ઉવ.૪૦ રહે. રામક્રુષ્ણનગર(ખડીપરા) નવાપરા વાંકાનેર દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!