મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત મોરબી જિલ્લા પંચાયતનો જિલ્લા કક્ષાનો શિક્ષણની વાત અને વાલીઓ સાથેનો સંવાદોત્સવ ભુલક મેળો ૨૦૨૪ હળવદ શિશુ મંદિર ખાતે યોજાયો
હળવદ સરસ્વતિ શિશુ મંદિર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત મોરબી જિલ્લા પંચાયતનો જિલ્લા કક્ષાનો શિક્ષણની વાત અને વાલીઓ સાથે સંવાદોત્સવ ભૂલકા મેળો 2024નું મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં તાલુકાના આશા બહેનો તેમજ આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. તો સાથે નાના નાના ભૂલકાઓ દ્વારા અભિનય ગીત રામ આયેંગે ,નન્ના મુન્ના રાહી હું દેશ કા સિપાહી હું વગેરે ગીતોથી નાના ભૂલકાઓ એ ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી ના અધ્યક્ષ સ્થાને યોજાયો,આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પ્રકાશભાઈ વરમોરા ધારાસભ્ય હળવદ ધાંગધ્રા, અતિથિ વિશેષ તરીકે શ્રીમતી લીલાબેન રવજીભાઈ પરમાર ચેરમેન મહિલા બાળ વિકાસ વિભાગ જિલ્લા પંચાયત મોરબી, ચંદુભાઈ શિહોરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, રજનીભાઈ સંઘાણી ચેરમેન એપીએમસી હળવદ, મનસુખભાઈ પટેલ હળવદ તાલુકા ભાજપ પ્રમુખ, રમેશભાઈ ભગત હળવદ શહેર ભાજપ મહામંત્રી સહિતના અન્ય રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ટી એલ એમ માં નંબર પ્રાપ્ત કરેલ અસ્મિતાબેન તારબુદીયા, થીમ પક્ષીઓ,નવા માલણીયાદ.હળવદ,સોલંકી દક્ષાબેન છગનભાઈ થીમ ઋતુઓ આંગણવાડી વાંકાનેર,પરમાર આરતીબેન રાજુભાઈ થીમ શાકભાજી, શિરોઈ હળવદ વાળા નંબર પ્રાપ્ત કરતા એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.લીલાબેન રવજીભાઈ પરમાર ના પૌત્ર વેદાંત પરમારે ઈંગ્લીશ ભાષામાં પીચ આપીને ઉપસ્થિત લોકોને મંત્રમુક્ત કરી દીધા હતા.ઉપસ્થિત તમામ બાળકોને એકી સાથે પ્રોત્સાહિત ઇનામ આપી પ્રોત્સાહિત કરવા આવ્યા હતા. આઈસીડીએસ વિભાગના અધિકારી મમતાબેન રાવલ, અમૃતભાઈ સંઘાણી સહિતના ઉપસ્થિત રહ્યાં હતા,આ ભૂલકા મેળાનું સફળ આયોજન કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગજેન્દ્રભાઈ કર્યું હતું.