હળવદ સરકારી હોસ્પિટલની સાત નર્સ તથા બે પટાવાળા સામે કાર્યવાહી અને એક જવાબદારી કર્મચારીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરી
મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર સફાળું જાગ્યું, હળવદ મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જવાબદારો સામે કાર્યવી કરવા જણાવ્યું હતું
હળવદની સરકારી હોસ્પિટલના સતાધિશોની ઘોર બેદરકારી જોવા મળી હતી જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકાયો હતો. એટલું જ નહીં પીવાના પાણીના વોટર કુલર ના સ્ટેડ માં પણ ખાલી દવાની બોટલ દેખાતા દર્દીઓમાં રોશની લાગણી જોવા મળી હતી આ બાબતે તંત્ર પુછતા તેમણે જણાવ્યું હતું કે આ મેડીકલ વેસ્ટ દર્દીઓ દ્વારા નાખવામાં આવતા હોવાનું રટણ કરાયું જેનો મીડિયામાં એવલ પ્રસિદ્ધ થતા તંત્ર દોડતું થઈ ગયું હતું અને તાત્કાલિક ધોરણે ૯ લોકોને નોટિસ ફટકારોમાં આવી હતી જેમાં સાત નસૅ અને બે પટાવાળા સહિત નવ લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી અને એક જવાબદારી એક વ્યક્તિને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું હળવદ સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો અશ્વિન આદ્વોજા જણાવ્યું હતું..
રોગચાળાના વાયરા વચ્ચે હળવદ સરકારી હોસ્પિટલના સતાધીશોની ઘોર બેદરકારી સામે આવી હતી જેમાં હળવદ સરકારી હોસ્પિટલમાં જ જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હતો,સરકારી હોસ્પિટલમાં મુખ્ય ગેટ સામે અંદર જતાની સાથે મેડિકલ વેસ્ટના ઢગલાં જોવા મળીયા જે દર્દીઓના આરોગ્ય પર જોખમ ઊભી કરી રહ્યા છે. હળવદ સરકારી હોસ્પિટલ રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે
મોરબી પ્રાંત અધિકારીએ હળવદ સરકારી હોસ્પિટલના સુપ્રીડેન્ટ પાસે કાર્યવાહી કર્યાનો જવાબ માગતા હળવદ સરકારી હોસ્પિટલના સુપ્રીડેન્ટ ડો અશ્વિન આદ્રોરાજા સાત નર્સ તેમજ બે જવાબદાર પટાવાળાઓને નોટિસ પાઠવી હતી જ્યારે એક જવાબદાર વ્યક્તિ સામે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ હાથ ધર્યો હોવાનું ડો અશ્વિન આદ્રોજા જણાવ્યું હતું.
પહેલા જવાબદાર તંત્રને પૂછવામાં આવ્યું હતું કે આ મેડિકલ વેસ્ટ નો કચરો ક્યાંથી આવે છે ત્યારે હળવદ સરકારી હોસ્પિટલના તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ મેડિકલ વેસ્ટ દર્દીઓ લાવે છે તો શું હવે જવાબદારો સામે પગલાં લેવાશે?
મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા તાત્કાલિક ધોરણે હળવદ સરકારી હોસ્પિટલને ચોખ્ખું ચણાક બનાવી દીધું અને કચરા પોતાથી બેડશીટ માંડી તમામ વસ્તુઓ હોસ્પિટલમાં સાફ સુફ કરી દેવામાં આવ્યું હતું.