આ બનાવની મળેલ માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટમાં રહેતા ડેનિસ કિશોરભાઈ કથરેચાએ રમીઝ ઉર્ફે ટકો, જાવેદ ઉર્ફે મીટર, દાઉદ ઉર્ફે દાવલો, ઇમરાન મામદ પલેજા, અલી મામદ પલેજા અને કુરદીન દાઉદ પલેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીના દસ વાગ્યે તે તેના ભાઇ અને મિત્રો સાથે ઘર પાસે બેસીને તાપણું કરી રહ્યો હતો ત્યારે ત્યાં રમીઝ અને જાવેદ આવ્યા હતા અને “જલાલચોકમાંથી નીકળવુ નહી” તેમ કહીને ગાળો આપવા લાગ્યા હતા અને બાદમાં જતા રહ્યા હતા પાછળથી બાકીના ઈસમો ધારીયા અને કુવાડી સાથે આવીને ગાળો આપી જલાસચોકમાં ઘર પાસેથી બાઇક લઇને નિકડવાની ના પાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષેથી રેશ્માબેન રહીમભાઈ ચાનીયાએ ડેનીસ કથરેચા, અક્ષયભાઈ અને રોહિતભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે સામેવાળાઓ ઓવર સ્પીડમાં બાઇક લઇને શેરીમાંથી નીકળતા હોય તેઓને સમજાવતા ધમકી આપવા લાગ્યા હતા હાલમાં પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.