પ્રાપ્ત વિગતો અનુસાર વવાણીયાથી બગસરા ગામ તરફ જતાં કોઝવે પર આરોપી પ્રતાપભાઈ બાબુભાઈ અખીયાણી પોતાનું બાઈક હીરો સ્પ્લેન્ડર નંબર જીજે-૩૬-એમ-૧૭૨૬ વાળુ પૂરઝડપે અને ગફલતભરી રીતે બેફીકરાઈથી ચલાવી રહ્યા હતા તે દરમ્યાન ફરિયાદી ચંદુભાઈ ભગાભાઈ અખીયાણી નું બાઈક આરોપીનાં બાઈક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ફરિયાદીની પત્નીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. સમગ્ર બનાવ અંગેની વધુ તપાસ માળીયા મીયાણા પોલીસ ચલાવી રહી છે.