Saturday, January 11, 2025
HomeGujaratહળવદના નવા પીઆઈએ ચાર્જ સંભાળતા જ ખનીજ માફીયાઓ પર ધોંસ બોલાવી:૭૧ લાખનો...

હળવદના નવા પીઆઈએ ચાર્જ સંભાળતા જ ખનીજ માફીયાઓ પર ધોંસ બોલાવી:૭૧ લાખનો મુદામાલ જપ્ત

બે ડમ્પર,બે ટ્રેક્ટર, એક હિટાચી મશીન, એક જેસીબી મશીન તથા બે હુડકા સહીત ૭૧ લાખનો મુદામાલ જપ્ત

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં ભૂમાફિયા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખનીજનું ખનન કરી તેનું વહન કરતા હોય છે ત્યારે હળવદ પોલીસ મથકના પીઆઈ તરીકે આર ટી.વ્યાસ ની નિમણુક કરવામાં આવી ત્યારે પીઆઈ આર.ટી.વ્યાસ દ્વારા ચાર્જ સાંભળતા જ હળવદ પંથકમાં બેફામ બનેલ ખનીજ માફિયા પર ધોંસ બોલાવી છે.

મળતી માહિતી અનુસાર મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી/વહન જેવી પ્રવૃત્તિ અંગે કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, જે અંગે નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર ડીવીઝન સમીર સારડાના સીધા માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ મથકના પોલીસ ઈન્સપેક્ટર આર.ટી.વ્યાસ તથા સાથેના હળવદ પોલીસ ટીમ હળવદ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, ટીકર વિસ્તારમાં નદીમાં ગેરકાયદે ખનીજનું ખોદકામ તથા વહન થઈ રહેલ છે જેથી તાત્કાલિક હળવદ પોલીસ ટીમ સાથે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી સ્થળ ઉપરથી ટાટા કંપનીની ૩૫૨૫ મોડેલનુ ડમ્પર રજી નં.GJ-36-V-4777 ડ્રાઈવર-રમેશભાઈ ગોરધનભાઈ ગડેશીયા રહે. વેજલપર તા.માળીયા મી. જી.મોરબી. કિ.રૂ.૧૦ લાખ, ટાટા કંપનીની ૩૫૩૦ મોડેલનુ ડમ્પર રજી નં. GJ-36-X-1928 તથા ડ્રાઈવર-સંજયભાઈ ગગુભાઇ થરેશા રહે.મિંયાણી તા.હળવદ જી.મોરબી. કિ.રૂ.૧૦ લાખ, Hundai કંપનીનું 210-7 મોડેલ પીળા કલરનું હીટાચી મશીન રજી. નં. GJ-25-B-8677 તથા ડ્રાઇવર-નવનીતરાય કમેશ્વરરાય બ્રામણ ઉવ.૨૨ રહે બસાપર તા.સીકન્દરપુર જી.બનીયા (ઉતરપ્રદેશ) હાલ.રહે ટીકર રણ તા.હળવદ જી.મોરબી કિં.રૂ.૨૫ લાખ, JCB કંપનીનુ JCB મશીન 3DX જેનો રજી.નં.GJ-12-CM-2716 જેના ડ્રાઇવર-વિનોદકુમાર કવિન્દર યાદવ ઉવ.૨૦ ધંધો.ડ્રાઇવીંગ રહે માધવપુરહજારી તા.સાહેમકંજ જી.મુજફફરપુર (બીહાર) હાલ રહે ટીકર તા.હળવદ જી.મોરબી કિ.રૂ.૧૦ લાખ, એક આયસર કંપનીનું ૩૬૮ મોડેલનું ટ્રેકટર જેનો રજી.નં.GJ-36-F-4563 તથા ટ્રોલી જેનો રજીસ્ટ્રેશન નંબર નથી ડ્રાઇવર-ગોપાલભાઇ ખેતાભાઇ બોહરીયા ઉવ.૨૮ રહે ટીકર તા.હળવદ કિ.રૂ.૫ લાખ, આયરસ કંપનીની ૩૬૮ મોડેલનુ ટ્રેકટર જેનો રજીસ્ટ્રેશન નંબર લખેલ નથી જેનો ચેસીસ નં.૯૩૨૦૧૨૪૪૩૪૬૬ તથા એંજીન નં.૫૩૨૦૨૭૬૮૧૪૧૪ ડ્રાઇવર- નારાણભાઇ લાલજીભાઇ કલોતરા ઉવ.૨૫ રહે ટીકર તા.હળવદ કિ.રૂ.૫ લાખ, બે હુડકા કિ.રૂ.૩ લાખ મળી કુલ ૭૧ લાખનો મુદામાલ જપ્ત હસ્તગત કરી મોરબી ખનીજ વિભાગને કાયદેસર કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવેલ છે.

ઉપરોક્ત કામગીરી હળવદ પોલીસ મથકના પીઆઈ આર.ટી.વ્યાસ તથા હળવદ પોલીસ સ્ટેશન ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!