Monday, April 29, 2024
HomeGujaratમાળીયા(મી)-કચ્છ હાઇવે ઉપર ડમ્પર પાછળ ટ્રક અથડાયો:ટ્રકચાલકનું મોત

માળીયા(મી)-કચ્છ હાઇવે ઉપર ડમ્પર પાછળ ટ્રક અથડાયો:ટ્રકચાલકનું મોત

મળતી માહિતી અનુસાર ગત તા.૧૬/૦૩ના રોજ માળીયા(મી)-કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર ગામથી આગળ રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં ટ્રક ટ્રેઇલર નંબર-જીજે-૧૨-એટી-૭૩૩૭ના ચાલક બિચારભાઇ દીનેશભાઇ રાય ઉવ.૨૦ રહે બિહાર એ પોતાનું ટ્રક ટ્રેઇલર પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ચલાવી આગળ જતા ડમ્પર સાથે ભટકાડતા ટ્રક ટ્રેઇલરના ચાલકને પેટના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઇજા થતા મરણ ગયો હતો. ત્યારે બનાવ અંગે શૈલેષભાઇ અમૃતલાલ કબોયા ઉવ.૩૮ હાલ રહે.આદીપુર કચ્છ મુળરહે. પાટણવાળાએ માળીયા(મી) પોલીસ મથકમાં મૃતક ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!