Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીના લાલપર ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ - ૫ માં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી...

મોરબીના લાલપર ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ – ૫ માં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી બે કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ લાલપર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ -5 માં ગત મોડી રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાથે જ 10 જેટલા આરોપીઓની પણ અટકાયત કરી બે કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે..

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના લાલપર નજીક આવેલ લાલપર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ 5 માં ગત મોડી રાત્રે સ્ટેટ મોનિટરીંગ સેલ ની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો

ત્યાંથી 1.51 કરોડ ની કિંમત નો 3210 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. તેમજ સાત વાહનો કિંમત રૂ. ૬૬,૫૦,૦૦૦ કબજે લેવામાં આવ્યા છે અને 10 મોબાઈલ મળી કુલ રૂપિયા 2.18 કરોડનો મુદામાલ કબજે કર્યો છે.

પ્રાથમિક તપાસમાં આ શાનવી ટ્રેડિંગ નામનું આ ગોડાઉન અમદાવાદના જીમિત પટેલ નામના વ્યક્તિ દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું. અને અહી વિદેશી દારૂ પણ તેના દ્વારા મંગાવવામાં આવ્યો હતો. તેમજ રાજસ્થાન ના ભારત મારવાડી અને રાજારામ મારવાડી સાથે ભાગીદારીમાં આ ધંધો કરતો હતો. અને દર અઠવાડિયે બે ગાડીનુ કટિંગ કરવામાં આવતું હોવાની માહિતી મળી હતી. રાજસ્થાનથી આવતો દારૂ હોય અને હળવદ, ચોટીલા,થાન વાંકાનેર અને મોરબી જેવા શહેરોમાં મોકલવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. તેમજ માલ ક્યા મોકલવામાં આવતો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં મુખ્ય સૂત્રધાર અમદાવાદ નો જીમીત પટેલનો કેશિયર અને ગોડાઉનનો સંચાલક રમેશ પટ્ટણી (રહે.કચ્છ) ને પણ અઢી લાખની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. ફ્રૂટના બોક્ષ અને મીઠાની આડમાં દારૂનો વેપલો ચાલતો હતો. હાલમાં SMC ટીમ દ્વારા રમેશ પટ્ટણી ઉપરાંત ખિયારામ ઉર્ફે ખીવરાજ સોનરામ જાટ રહે. રાજસ્થાન, ગંગાપ્રસાદ રામપ્રસાદ કેવત રહે. મધ્ય પ્રદેશ, મુકેશભાઈ માલાભાઈ ગમારા, રહે.મોરબી, જગસૈન હરિલાલ રેવટ રહે. મઘ્યપ્રદેશ, શિવકરણ નર્મદાપ્રસાદ કેવટ રહે. મઘ્યપ્રદેશ, આકાશ સત્યનારાયણ કેવટ રહે. મઘ્યપ્રદેશ, સતેન્દ્ર કુમાર રામમિલન કેવટ રહે. મઘ્યપ્રદેશ, વિનોદકુમાર દૂર્જનલાલ કેવટ રહે. મઘ્યપ્રદેશ, રવિશંકર રામલખાન કેવટ રહે. મધ્યપ્રદેશ વાળા મળી કુલ ૧૦ ઈસમની અટકાયત કરી અને ત્રણ ઈસમો જીમીત પટેલ (અમદાવાદ), ભરત મારવાડી અને રાજારામ મારવાડી(રાજસ્થાન) ની શોધખોળ હાથ ધરી છે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!