Sunday, May 12, 2024
HomeGujaratસજા વોરંટમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ટંકારા પોલીસ

સજા વોરંટમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ટંકારા પોલીસ

રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠીની સુચના મુજબ મોરબી જિલ્લા પોલીસ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપી તથા લાલશાહીથી બતાવેલ આરોપીઓ તથા નામદાર કોર્ટમાંથી સજા પડેલ ન મળી આવતા હોય તેવા આરોપીઓને શોધવા પ્રયત્નશીલ હોય દરમિયાન ટંકારા પોલીસ દ્વારા સજાના વોરંટમાં નાશતા ફરતા આરોપીને શોધી કાઢવામાં સફળતા મેળવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપી તથા લાલશાહીથી બતાવેલ આરોપીઓ તથા નામદાર કોર્ટમાંથી સજા પડેલ ન મળી આવતા હોય તેવા આરોપીઓને શોધવા પ્રયત્નશીલ હોય દરમ્યાન તેઓને મળેલ ચોક્કસ બાતમીનાં આધારે ભુજ જીલ્લાના ચીફ જ્યુ.મેજી. સાહેબની કોર્ટના તથા ભાવનગર જીલ્લાની તળાજા કોર્ટના ચીફ જ્યુ.મેજી. સાહેબની કોર્ટના અલગ-અલગ બે ગુન્હાઓનાં આરોપીને સજાનો હુકમ કરવામાં આવેલ હોય અને આરોપી હિતેશભાઇ બાબુભાઇ સવસાણી (રહે.નેશડા(સુરજી)ગામ, તા.ટંકારા જી.મોરબી) નાશતો ફરતો હોય જે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!