મોરબીમાં જુના મનદુઃખમાં પીપળીયા ચાર રસ્તાથી પોતાના ઘરે જતા હતા ત્યારે આ કામના આરોપીઓએ ખાર રાખી તેને આંતરી ૨૦૧૬ માં ફરીયાદીને લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વતી આડેધડ શરીરમા ઢોર માર માર્યો હતો. જેમાં સારવાર દરમિયાન ફરિયાદીનું મૃત્યુ નિપજ્યું હતું. જે કેસમાં મોરબી ડ્રિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીઓને આજીવન કારાવાસની સખત સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં જુના મનદુઃખમાં ૧૯/૦૬/૨૦૧૬માં પીપળીયા ચાર રસ્તાથી પોતાના ઘરે જતા હતા ત્યારે આ કામના આરોપીઓએ ખાર રાખી તેને આંતરી ફરીયાદીને લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વતી આડેધડ શરીરમા ઢોર માર માર્યો હતો. જેમાં ૧૯/૬/૧૬ થી તા.૨૨/૬/૧૬ સુધી મોરબી આયુષ હોસ્પીટલમાં સારવાર લઇ વધુ સારવાર માટે તા.૨૨/૬/૧૬ ના સીવીલ હોસ્પીટલ અમદાવાદ ખાતે સારવારમા ઇ.પી.કયુ.મા આઇ.સી.વોર્ડમા દાખલ કરાયા હતાં જ્યાં સારવાર દરમ્યાન તા.૨૫/૬/૧૬ ના કલાક ૧૦/૪૦ વાગ્યે સારવાર દરમ્યાન મૃત્યુ પામતા હત્યાનો ગુન્હો દાખલ કરાયો હતો. જે ગુન્હામાં મોરબી ડ્રિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટે માં મદદનીશ સરકારી વકીલ સંજય દવે અને મોરબી જિલ્લા સરકારી વકીલ વિનયકુમાર જાની દ્વારા મૌખિક ૨૬ અને દસ્તાવેજી ૩૬ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જે કેસમાં આરોપી વિનુભાઈ મુળુભાઇ ચાવડા મૃત્યુ પામ્યા છે. જ્યારે આરોપી જેસંગ પરબતભાઈ ચાવડા, પ્રવીણ ઉર્ફે ઠુઠો બિજલભાઈ હુંબલ અને વાલજીભાઈ લાખાભાઈ મિયાત્રાને આજીવન કારાવાસની સખત કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ દંડ ન ભરે તો ૬૦ દિવસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે.