છેલ્લા કેટલાક દિવસોથી મોરબીના અલગ અલગ વિસ્તારોમાં ફરતો દીપડો કોઈ મનુષ્યને નુકશાન કરશે તો તેની જવાબદારી કોની?
મોરબી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી અલગ અલગ વિસ્તારોમાં દીપડો દેખાયો હોવાની માહિતી સામે આવી રહી છે ત્યારે ફોરેસ્ટ વિભાગ હજુ સુધી આ દીપડાને પકડવાની તો દૂર પણ ટ્રેક કરવામાં અસફળ રહ્યું છે.
સૌપ્રથમ દીપડો ટંકારાના ગજદી ગામ નજીક દેખાયો હતો ત્યાર બાદ રામગઢ કોયલી સહિતની સીમમાં પણ દીપડો દેખાવાની માહિતી સામે આવી હતી અને ત્યાર બાદ કાંતિપુર ગામે દીપડો દેખાયો હોવાની માહિતી મળી હતી તમામ જગ્યાએ ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે દીપડા ને પકડવા ક્યાંય પાંજરું મૂકવામાં આવ્યું ન હતું ત્યારે ફરીથી ગીડચ ગામમાં દીપડો દેખાયાની માહિતી મળી રહી છે અને દીપડાના ફૂટ પ્રિન્ટ પણ મળી રહ્યા છે ત્યારે આ દીપડો ફોરેસ્ટ વિભાગ ની ટીમ ને પણ હંફાવતો હોય તે રીતના દ્ર્શ્યો પ્રતીત થઈ રહ્યા છે.કેમ કે છેલ્લા એક અઠવાડિયાથી મોરબી જિલ્લા માં ગ્રામ્ય વિસ્તારોમાં દીપડા ની દહેશત હેઠળ લોકો જીવી રહ્યા છે અને રાત્રીના સમયે કામ અર્થે ખેતરો માં જતાં ખેડૂતો માં તેમજ ખેતરમાં વાડીઓ માં પરિવાર સાથે રહેતા શ્રમિક પરિવારો માં પણ ભય ની માહોલ છવાયો છે ત્યારે હવે દીપડાને વન વિભાગ પકડી શકશે કે પછી દીપડો મોરબી જિલ્લા ની શેર કરી ને આમને આમ અન્ય જિલ્લામાં નીકળી જશે તે જોવું રહ્યું.