શહેરીજનો દરેક તહેવાર ધામધુમ પૂર્વક ઉજવતા હોય છે. ત્યારે શહેરના વૃદ્ધાશ્રમ માં રહેતા વડીલો પણ તહેવાર માણી શકે તે માટે મોરબી બી ડિવિજન પોલીસ વૃદ્ધાશ્રમના વડીલો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી તેમના આશીર્વાદ મેળવી ખબર અંતર પૂછ્યા હતા. તેમજ કોઈ કામ હોય તો યાદ કરવા જણાવ્યું હતું.
શહેરીજનો દરેક તહેવાર ધામધુમ પૂર્વક ઉજવતા હોય છે. કારણ કે પોલીસ કર્મીઓ જનતાની સુરક્ષા માટે પરિવારજનોથી દૂર રહી ફરજ બજાવતા હોય છે.
ત્યારે આજરોજ મોરબી B ડીવીઝન પોલીસે પ્રેમ અને સ્નેહના પ્રતિક રૂપ હર્ષોલ્લાસના પાવન પર્વ ધૂળેટીની વૃદ્ધાશ્રમના વડીલો સાથે ઉજવણી કરી હતી. વૃદ્ધાશ્રમ ખાતે વડીલો સાથે ધૂળેટીના પર્વ પર રંગભરી શુભકામનાઓ આપી વડીલોના ખબર અંતર પૂછયા હતાં. અને પુત્ર માતા પિતાને કહેતા હોય તેમ પોલીસ કર્મીઓએ વૃદ્ધોને કોઈ સેવા હોય તો ચોક્કસ યાદ કરવા જણાવ્યું હતું.