Saturday, April 27, 2024
HomeGujaratભાજપના પ્રદેશ સહ પ્રવક્તાનુ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અઘ્યક્ષ તરીકે નિયુક્તિ થતા...

ભાજપના પ્રદેશ સહ પ્રવક્તાનુ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અઘ્યક્ષ તરીકે નિયુક્તિ થતા કચ્છ ખાતે સન્માન કરાયુ

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સહ પ્રવક્તા કિશોરભાઈ મકવાણાની દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુજી દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં અઘ્યક્ષ પર નિયુક્ત કરવામાં આવતા કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને મોરબી શહેર યુવા મોરચાના પ્રમુખ જયદીપ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

 

મળતી માહિતી અનુસાર, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સહ-પ્રવક્તા કિશોરભાઈ મકવાણાની ભારત રાષ્ટ્રના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. જે બદલ આજરોજ ભુજ મુકામે તેમનું સન્માન કચ્છ લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ મોરબી શહેર યુવા મોરચાના પ્રમુખ જયદીપ પટેલ દ્વારા કરવામા આવ્યું હતું. તેમજ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિના અઘ્યક્ષ બનવા બદલ અભિનંદન પાઠવી સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!