હળવદના રણકાંઠા વિસ્તારમાં રહેતા અગરિયા પરિવારો અને સમસ્યાઓથી પરેશાન છે ત્યારે રણ વિસ્તારમાં ડીઝલ ચોરીના બનાવો બનવા લાગ્યા છે જેથી અગરિયા પરિવારોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
હળવદના ટીકર અને જોગડના રણમાં ડીઝલ ચોરીના બનાવો વધી રહ્યા છે જોકે, અગિયારીયાઓને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મીઠુ પકવવામાં કુવા ગાળી પાણી કાઢાવા માટે ડીઝલ મશીન ઉપયોગ કરવામા આવે છે. અગરીયાઓને આવક સીઝન પર હોય આડા દિવસે ઉછીના પાછીના કરી રુપીયા લાવી ખર્ચ કરતા હોય છે, મશીન ચલાવા માટે ડીઝલની ખાસ્સી જરુરીયાત પડતી હોય છે, રાત્રીના સમયે કોઇ અજાણા તત્વો આ મશીનમાથી ડિજલ ચોરી જવાના બનાવો સામે આવ્યા છે ત્યારે અગરીયાઓને આર્થિક ફટકો પડી રહ્યો છે.અગરીયાઓની માંગ છે કે આ ચોર ટોળકીને વહેલીતકે પકડી પાઠ ભણાવામા આવે.