હળવદ પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. હળવદનાં પોષ વિસ્તારમાં રહેતી એક દીકરી પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નિકળી ગઈ હતી. જેની પોલીસે શોધખોળ કરી હળવદ પોલીસની ટીમ દીકરીની વ્હારે આવી હતી અને દીકરી અને માતા પિતાનું કાઉન્સેલિગ કરી સુખદ્ સમાધાન કરાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસે પોતાની કામગીરી સાથે સાથે એક સમાજ પ્રત્યેની પ્રસંસનીય કામગીરી બજાવી હતી. હળવદના પોષ સોસાયટી વિસ્તારમાં રહેતી એક દીકરી કોઈ કારણોસર ઘરેથી કહ્યા કીધા વગર નીકળી ગઈ હતી, આ દીકરી હળવદ રેલવે સ્ટેશન પર મળી આવી હતી. જેની જાગૃત નાગરિકે પુછપરછ કરતા તેને યોગ્ય જવાબ ન મળતા જાગૃત નાગરિકે હળવદના નવનિયુક્તિ પી.આઈ. આર.ટી વ્યાસનો કોન્ટેક્ટ કરતા તેઓએ તાત્કાલિક હળવદ પીસીઆર જવાન દિપક સિંહ તથા મહિલા કોન્સ્ટેબલને ઘટના સ્થળે મોકલ્યા હતા અને દીકરીને હળવદ પોલીસ સ્ટેશન ખાતે લાવી ચા પાણી નાસ્તો કરાવી તેની પ્રાથમિક પૂછપરછ કરી આપવિતી જાણી તેના માતા પિતાને બોલાવી તેની સાથે કાઉન્સેલિંગ કરી દિકરી અને માતા પિતાનું સુખદ્ સમાધાન કરાવ્યુ હતું. ત્યારે દીકરી સાથે મિલન કરાવતા માતા પિતાની આંખમાંથી આંસુઓની હેલી નિકળી પડી હતી, અને તેઓએ પોતાની ભૂલ સ્વીકારી દીકરીને રાજી ખુશીથી પોતાના ઘરે લઈ ગયા હતા, હળવદ પોલીસની પ્રશંસનીય કામગીરીને સૌ કોઈએ બિરાદાવી હતી. આ તકે દીકરીના માતા પિતાએ હળવદ પી.આઇ. આર.ટી વ્યાસ તથા પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો.