વાંકાનેર સીટી પોલીસે જીનપરા જકાતનાકા નજીકથી સુપર કેરી વાહનમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે રાજકોટના શખ્સોને ઝડપી લઇ દેશીદારૂનો ૩૨૦ લીટર જથ્થો તથા દેશીદારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ સુપર કેરી વાહન સહીત ૧,૦૬,૪૦૦/-નો મુદામાલ કબ્જે લઇ બંને શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ તેઅમન બાતમી મળી હતી કે એક છોટાહાથી જેવા વાહનમાં દેશીદારૂનો મોટો જથ્થો બાઉન્ડ્રી તરફથી વાંકાનેર સાઇડથી પસાર થવાનો હોય જે મુજબની મળેલ બાતમીને આધારે વાંકાનેર જીનપરા જકાતનાકા નજીક વોચમાં હોય તે દરમિયાન બાઉન્ડ્રી નેશનલ હાઇવે તરફથી છોટાહાથી જેવું સુપરકેરી વાહન રજી.જીજે-૦૩-બીવાય-૫૪૬૬ આવતા તેને રોકી સુપર કેરી વાહનની તલાસી લેતા પ્લાસ્ટિકના ૧૬ નંગ બાચકામાં ૩૨૦લીટર દેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ સાથે સુપર કેરી વાહન ચાલક આરોપી વિકીભાઇ બટુકભાઈ સોલંકી ઉવ.૩૦ રહે.રાજકોટ પોપટપરા સેન્ટ્રલ જેલ પાછળ તથા સુપર કેરી વાહનમાં ચાલકની બાજુમાં બેઠેલ આરોપી ભરતભાઈ હરિભાઈ જાડેજા ઉવ.૫૨ રહે.રાજકોટ કૂબલીયાપરા શેરી નં.૫ ની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી. પોલીસે સુપર કેરી વાહન તથ્ય દેશી દારૂના જથ્થા સહીત કુલ કિ.રૂ.૧,૦૬,૪૦૦/- નો મુદામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.