આર્યસમાજનું ૧૫૦મું વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે આર્યસમાજના સ્થાપના દિવસ નિમિતે સૈદ્ધાંતિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. ટંકારાના આર્યસમાજ ત્રણ હાટડી શેરી ખાતે ૭ એપ્રિલ ૨૦૨૪ ને રવિવારના રોજ સાંજે ૫ થી ૭ સૈદ્ધાંતિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા ટંકારામાં રહેતા તમામ રહેવાસીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા ૭ એપ્રિલના ૧૮૭૫ ને ચૈત્ર સુદ એકમના દિવસે આર્યસમાજની સ્થાપના કરી હતી. જે આર્યસમાજના સ્થાપના દિવસ નિમિતે ટંકારાની ત્રણ હાટડી શેરી આર્યસમાજ ખાતે ૭ એપ્રિલ ૨૦૨૪ ને રવિવારના રોજ સાંજે ૦૫:૦૦ થી ૦૭:૦૦ વાગ્યા સુધી આર્યસમાજ સૈદ્ધાંતિક જ્ઞાન ને જન જન સુધી પહોચાડવા માટે એક સૈદ્ધાંતિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વૈકલ્પિક પ્રશ્નો અને વિસ્તૃત પ્રશ્ન પૂછવામાં આવશે અને યોગ્ય સફળતા મેળવનાર વ્યક્તિઓને સંસ્થા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે. જે સૈદ્ધાંતિક કસોટીમાં ભાગ લેવા માટે ટંકારાવાસીઓ ઉપસ્થિત રહી આર્યસમાજના સૈદ્ધાંતિક જ્ઞાનની ચકાસણી અને પોતાના સ્વઅધ્યયન કરવા માટે આર્ય સમાજનો સ્થાપના દિવસ ઊર્જા અને ઉત્સાહ સાથે મનાવવામાં આવશે.