ભારતીય જનતા પાર્ટીની સ્થાપના ૬ એપ્રિલ ૧૯૮૦ ના રોજ કરવામાં આવી છે. તેથી ભાજપ દ્વારા ૬ એપ્રિલ ભાજપ સ્થાપના દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજરોજ સુરેન્દ્રનગર લોકસભા ઉમેદવાર ચંદુભાઈ શિહોરે મોરબી જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડીના ઘરે ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.
ભારતીય જનતા પાર્ટી (BJP)ની સ્થાપના ૬ એપ્રિલ ૧૯૮૦ રોજ કરવામાં આવી હતી. તેથી દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ૬ એપ્રિલના દિવસ ને ભાજપ સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ નવો પક્ષનો જન્મ 1951માં શ્યામા પ્રસાદ મુખર્જીએ સ્થાપેલા ભારતીય જનસંઘ માંથી થયો હતો. 1977માં ઇમરજન્સીની ઘોષણા પછી, જનસંઘ અન્ય ઘણા પક્ષો સાથે ભળી ગયો અને જનતા પાર્ટીનો ઉદય થયો. પાર્ટીએ 1977ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી અને 1980માં જનતા પાર્ટીનું વિસર્જન કરીને ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જનજન સુધી પહોંચાડવામાં અટલબિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીનો સિંહ ફાળો રહ્યો છે. ત્યાર બાદ ગુજરાતના નરેન્દ્ર મોદી રાજકીય ફલક પર ઉભરીને આવ્યા, ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યાર બાદ દેશના વડાપ્રધાન પછી ભાજપનો એજન્ડા વિકાસ બની ગયો અને ગુજરાત મોડલ અને ભારત દેશ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયું છે. ત્યારે આજરોજ ૬ એપ્રિલના રોજ સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, અગ્રણી બીપાલાલ પરીખ, રમેશભાઈ ભગત, અશ્વિન કણઝરીયા, મયુર ઠાકર, સની ત્રિવેદી મુકેશભાઈ આચાર્ય સહિતના ભાજપના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.