ટંકારા ના છતર ગામે ગત તા. 15ના રોજ બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં છત્તર ગામમાં વીડી નામની સીમમાં વાસાભાઇ અરજણભાઇ મુંધવાને સાપ કરડી જતા ઝેરી અસર થઇ જતા તેઓએ બેભાન હાલતમાં રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયેલ હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
મોરબીમાં પ્રૌઢે ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું
મોરબી શહેરના કુબેરધાર પાછળના વિસ્તારમાં રહેતા ભુપતભાઇ દાનસીંગભાઇ અગેચાણીયા (ઉ.વ. 49)એ ગઈકાલે તા. 17ના રોજ પોતાના ઘરે કોઇપણ કારણસર ગળેફાસો ખાઈ લીધો હતો. આથી, તેમનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના ભત્રીજા કલ્પેશભાઇએ ફરિયાદ નોંધાવી હતી. મૃતકના આપઘાતનું કારણ જાણવા હાલમાં બી ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
મોરબી ના નીચી માંડલ ગામે પડી જતા મોત
નીચી માંડલ ગામમાં સેગા સીરામીકની મજુર કોલોનીમાં રહેતા વિવેકકુમાર હરીરામ (ઉ.વ. 24) ગઈકાલે તા. 17ના રોજ કોલોનીમાં અજાણ્યા કારણોસર ચોથા માળેથી પડી ગયા હતા. આથી, તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.