મોરબી જીલ્લામાં ઉધોગ મોટાપાયે વિકાસ પામ્યો છે જેથી અનેકવાર ગેરરીતીની ફરિયાદી ઉઠતી હોય છે ત્યારે વેટ વિભાગ અને સી એસ ટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય ત્યારે મોરબીની એક કોલસાની પેઢી દ્વારા કોલસાના ખરીદ વેચાણનો સરકારને ભરવાનો થતો સીએસટી તથા વેટ વેરો નહિ ફરી કરોડોની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નેશનલ હાઈવે પર સિરામિક પ્લાઝામાં શોપ ધરાવતા આરોપી ઇસુ વી એસ નારંગ રહે-૪૧૧ માયહાઉસ નવદ્રીપ વાયુ બ્લોક માધાપુર હૈદરાબાદ, ચંદુલાલ હરજીભાઈ પટેલ રહે- ૨૦૨ પંચરત્ન એપાર્ટમેન્ટ તિલક રોડ હૈદરાબાદ, રુદ્રરાજુ શ્રીનિવાસ શાહ રહે-પ્લોટ નં-૯જ્યુબીલી હિલ્સ હૈદરાબાદ અબે યુનુશ જીઆઉલા સેરીફ રહે-અલબારકા ગોલ્ડન એન્કલેવ એરપોર્ટ રોડ બેંગ્લોર (કર્ણાટકા) વાળાઓએ વેટ કાયદા હેઠળના નોંધણી નંબર ૨૪૦૯૨૦૦૬૦૧૨ અને કેન્દ્રીય કાયદા હેઠળ નોંધણી નંબર ૨૪૫૯૨૦૦૬૦૧૨ થી ક્યોરી ઓરેમીન લીમીટેડ નામની કોલ (કોલસા)ની પેઢી શરુ કરેલ અને કોલનો ખરીદ વેચાણનો વ્યવસાય કરતા હતા જેમાં આરોપીઓ ઇસુ, ચંદુલાલ, રુદ્રરાજુ અને યુનુશ આ વ્યવસાયથી સરકારને ભરવાનો થતો સી એસટી તથા વેટ વેરો વર્ષ ૨૦૦૯-૧૦ થી વર્ષ ૨૦૧૬-૧૭ સુધીનો કુલ રૂપિયા ૧૩૦,૩૮,૭૮,૯૮૪ નો સી એસટી તથા વેટ વેરો સરકારમાં નહિ ભરી વેરો ટાળવા માટે પ્રયત્ન કરી વેરો ભરવામાં કસુર કરી છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરી હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝનમાં પુજાબેન ચંદુલાલ વશ્રાણીએ નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે આઈપીસી ૪૦૬,૪૨૦ તથા ગુજરાત મુલ્ય વર્ધી વેરા અધિનિયમ-૨૦૦૩ની કલમ ૮૫(૧) ડી,જી મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે