હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચાલુ અઠવાડિયાના અંતમાં તથા એપ્રિલ ત્રીજા અઠવાડિયાની શરુઆતમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. જે અનુસાર મોરબીનાં વાતાવરણમાં પલટો આવ્યો છે સાથે જ ખેડૂતોના કપાળ પર પણ ચિંતાની રેખાઓ જોવા મળી છે.
અંબાલાલ પટેલે પણ તા.12 થી 15 એપ્રિલ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ રહેવાની તથા આંધી અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી હતી. ત્યારે આગાહીનાં પગલે મોરબીમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. આજે સવારથી ભારે તડકા બાદ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો. તડકા બાદ અચાનક ઝરમર વરસાદ શરૂ થતાં લોકોને બફારાનો અનુભવ થઈ રહ્યો છે.