મોરબી:આગામી તા.૧૭/૦૪ના રોજ રામજન્મોત્સવની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી હોય ત્યારે રામનવમીના દિવસે કોઈપણ નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવા અલગ અલગ હિન્દૂ સંગઠનો દ્વારા માંગ સાથે મોરબી જીલ્લા કલેક્ટરને સહીત મોરબી જીલ્લા પોલીસવડા, મામલતદાર તથા મોરબી પાલિકા ચીફ ઓફિસરને નકલ રવાના કરી રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત પ્રાદેધ હિન્દૂ યુવા વાહિની તથા આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ બજરંગ દળ તથા સનાતની હિન્દૂ સમાજ દ્વારા જીલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી માંગ કરવામાં આવી હતી કે આગામી તા.૧૭ એપ્રિલના રોજ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ જન્મોત્સવ આવી રહ્યો છે ત્યારે સનાતન હિન્દુ સંસ્કૃતિ મુજબ દર વર્ષની જેમ વર્તમાન વર્ષે પણ પ્રભુ શ્રીરામની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હિન્દુ સમાજની આસ્થા અને હિન્દુ સંસ્કૃતિ મુજબ જે તહેવાર ઉજવવામાં આવતા હોય તેમાં હિન્દુ સમાજની લાગણીને ઠેસ ના પહોંચે એટલા માટે દિવસ દરમિયાન કોઈપણ નોનવેજનું વેચાણ ના થાય એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે એવી માંગ સાથે સર્વે સનાતન હિન્દૂ સમાજ તથા મોરબી હિન્દૂ યુવા વાહિની તેમજ આંતરરાષ્ટ્રીય પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા મોરબી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આ બાબતે યોગ્ય જાહેરનામું બહાર પાડવા માંગણી કરવામાં આવી છે.