છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા વિના મૂલ્યે ચકલી ઘર વિતરણ કરવામાં આવ્યા હતા. પક્ષી બચાવોના અભિયાન અંતર્ગત દાતાઓના સહયોગથી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.
પક્ષી બચાવો અભિયાન અંતર્ગત લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે ચકલી ઘર વિતરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ દાતાઓ દ્વારા ચકલી ઘરનું અનુદાન આપવામાં આવ્યું હતું. દાતાઓના સહયોગથી છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી ફોનવાલે મોબાઇલ હળવદના માલિક વિજયભાઈ દ્વારા દાતા તરીકે ચકલી ઘર વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં કુલ ૧૫૦૦ જેટલા નંગ ચકલી ઘર વિતરણ કરવામાં આવ્યા હતાં. જે સેવાકાર્યમાં નામી અનામી લોકો દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો હતો. જેથી છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા તમામ લોકોનો આભાર માનવામાં આવ્યો હતો.