Tuesday, April 30, 2024
HomeGujaratહળવદમાં કોણે વેઠ ઉતારી?:નવો બની રહેલો હળવદ રણમલપુર રોડ પૂરો થયા પેહલા...

હળવદમાં કોણે વેઠ ઉતારી?:નવો બની રહેલો હળવદ રણમલપુર રોડ પૂરો થયા પેહલા જ તુટવા લાગ્યો!

હળવદથી રણમલપુરને જોડતો 17 કિલોમીટર રોડની કામગીરી હજુ પુર્ણ નથી થઈ ત્યાં તો કરોડો રૂપિયાના ખર્ચે બનેલો રોડ તૂટવાની શરૂઆત થઈ ગઈ છે. આમ આ ડામર રોડની કામગીરી યોગ્ય નથી નહીં હોવાની અનેક ફરિયાદ થઈ હતી. જેમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, એપીએમસી ચેરમેન રજનીભાઈ સંઘાણી,તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ સરાવાડીયા અને તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઇ પટેલ સહિતાઓએ સરપ્રાઈઝ મુલાકાત લેતાં એન્જિનિયર વગર કામગીરી થતી હોવાનું સામે આવ્યું હતું જોકે ત્યારબાદ એન્જિનિયર દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવી હતી પરંતુ નબળી કામગીરી આખરે છાપરે ચડીને પોકારી ઉઠી છે અને કરોડોના ખર્ચે બનેલો રોડ તુટવાની શરૂઆત થઈ ચુકી છે.

- Advertisement -
- Advertisement -

હળવદથી રણમલપુરને જોડતા ડામર રોડની ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ સરપ્રાઈઝ મુલાકાત લેતા થિકનેશ ઓછી હોવાનું બહાર આવ્યું હતું અને કામગીરી દરમિયાન એન્જિનિયર નહીં હોવાનું સામે આવ્યું હતું જેમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને ટેલીફોનિક સુચના આપવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. તેમજ ડામર રોડની કામગીરી દરમિયાન માટી ઉપર ડામર નાખીને રંગરોગાન કરી નબળી કામગીરી થતી હોવાનું સામે આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રાએ સ્થળ નિરીક્ષણ કરીને કામગીરી ગુણવત્તા યુક્ત કરવા તાકીદ કરી હતી તો સાથે રોડમા એન્જિનિયર દેખરેખ હેઠળ થાય તેવું જણાવ્યું હતું. આમ તો રણમલપુરને જોડતા રોડની નબળી કામગીરી અંગે અને એન્જિનિયર દેખરેખ હેઠળ રોડની કામગીરી કરવા માટે હળવદ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી પરંતુ નિંભર તંત્રના બહેરા કાને અવાજ સંભળાયો નહીં જેથી એન્જિનિયરની યોગ્ય દેખરેખમા કામગીરી નહીં કરતાં કરોડોના ખર્ચે બનેલો રોડ તૂટી જવાની શરૂઆત થઈ છે. વાહન ચાલક પરેશભાઈ દ્વારા જણાવ્યું હતું કે માત્ર વેગડવાવ ગામની એક કિલોમીટરની ત્રિજ્યામા 14 બમ્પ બનાવ્યા છે અને ગ્રામજનો મનફાવે ત્યાં બમ્પ બનાવી નાખ્યા છે જેથી કરીને હવે સમય વધુ બગડે છે અને એવરેજ પણ વાહનોની ઘટે છે અને આર્થિક રીતે નુકશાની વેઠવી પડે છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!