Wednesday, November 27, 2024
HomeGujaratમોરબી એલસીબીનો સપાટો: જેતપર રોડ પર સિરામીક ફેકટરીમાં ચાલતા અનઅધિકૃત પેટ્રોલીયમ પ્રવાહીના...

મોરબી એલસીબીનો સપાટો: જેતપર રોડ પર સિરામીક ફેકટરીમાં ચાલતા અનઅધિકૃત પેટ્રોલીયમ પ્રવાહીના વેપલાનો પર્દાફાશ

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીને આગામી લોકસભાની ચુંટણી દરમ્યાન મોરબી જીલ્લામાં કોઇપણ જાતની ચાલતી ગે.કા. પ્રવૃતી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અન્વયે મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે મોરબી-જેતપર રોડ, લાર્સન સીરામીકમાંથી હજારો લિટર અનઅધિકૃત પેટ્રોલીયમ પ્રવાહી સહિતનો મુદામાલ પકડી પાડતી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલસીબી ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી-જેતપર રોડ બેલા ગામ પાસે આવેલ લાર્સન સીરામીક કારખાના અંદર અમુક ઇસમો GJ-39-T-5238 નંબરનાં ટ્રક ટેંકરમાંથી GJ-06-AZ-7597 નંબરની બોલેરો પીકઅપ ટેકરમાં ગેરકાયદેસર અનઅધિકૃત રીતે ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભળતા ભેળસેળ યુકત જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો કાઢી હેરાફેરી કરે છે. જે હકીકત આધારે લાર્સન સીરામીકમાં રેઇડ કરતા મહેશભાઇ ઉર્ફે ભગવાનજીભાઇ અરજણભાઇ દેત્રોજા (રહે. મોરબી ન્યુ ચંદ્રેશ સોસાયટી પંચાસર રોડ મુનનગર ચોક તા.જી.મોરબી મુળ ગામ કુંભારીયા તા.માળીયા મિ. જી.મોરબી)ના કબજામાંથી ૧૬,૫૦૦ લિટર પેટ્રોલીયમ પ્રવાહી જેની કિંમત રૂ.૧૧,૫૫,૦૦૦/-, ટ્રક ટેંકર રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા બોલેરો પીકઅપ ટેંકર ૫,૦૦,૦૦૦/-,ઇલેકટ્રીક મોટર રૂ. ૫,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૩૧,૬૦,૫૦૦/- નો મુદામાલ મળી આવતા સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબજે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!