રાજકોટ માં છેલ્લા કેટલાક સમયથી ભાડે ગાડીઓ મામૂલી રકમ લઈને આપી દેતા હોવાના બનાવો સામે આવતાં હતાં જો કે આ મામલે હજુ સુધી માં એક સતાવાર ફરિયાદ નોંધાઈ છે જેમાં રાજકોટ ના અને મૂળ ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામના ઋષિ હિંમત ભાઈ ચોવટીયા નામના વ્યક્તિએ રાજકોટ તાલુકા પોલીસમાં GJ 03 NK 500Y નંબર ની સ્કોર્પિયો કાર આકાશ ઉર્ફે અકી પટેલ રહે કોઠારિયા રોડ રાજકોટ અને બિલાલશા હશનશા શાહ મદાર રહે જામનગર વાળાને ભાડે થી ગાડી આપી હતી પરંતુ સમય સર ગાડી કે ભાડું પરત ન આપતા ગાડી માલિક દ્વારા બંને વિરુદ્ધ આઇપિસી ની કલમ ૪૦૬ ,૪૨૦ ,૧૧૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પરંતુ રાજકોટ પોલીસ ને આ ગુનો મોટું કોભાંડ હોવાનું અને આવી અનેક ગાડીઓ ગઈ હોવાનું માલુમ પડતાં ની સાથે જ આ ગાડીઓ ક્યાં છે તેની પ્રાથમિક તપાસ કરતા આ ગાડીઓ મોટા ભાગની મોરબી જિલ્લાના માળીયા મીયાણા ના છેવાડાના વિસ્તારમાં હોવાની માહિતીના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોરબી જીલ્લા પોલીસ અને માળીયા મી.પોલીસની મદદ માંગી હતી અને આવા અનેક કાર માલિકો નો સંપર્ક કર્યો હતો જેને કાગળ સાથે માળીયા મી.ખાતે બોલાવવામાં આવ્યા હતા અને માળીયા હાઇવે પર જાણે કારનો શો રૂમ હોય તેમ મોડી રાત સુધી થપ્પા લાગતા જોવા મળ્યા હતા.
આ કારમાં મહિન્દ્રા થાર, સ્કોર્પિયો,ફોર્ચ્યુંનર, સ્વિફ્ટ,અરટીગા,બલેનો, કીયા,ફોર્ડ ,આઇ 20,જેવી જુદી જુદી કંપનીની નવી નક્કોર મોંઘી દાટ ગાડીઓ માળીયા પોલીસ અને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કરવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી જેમાં સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર આરોપી અક્કી પટેલ અને બિલાલ ઉર્ફે બાપુ નામના ઈસમ દ્વારા સેલ્ફ ડ્રાઇવિંગ માં ભાડે લઈ મામૂલી રકમ આપી ચલ્લાવા આપી દેતો હતો અને આવા ગ્રાહકો શોધવાનું કામ રિયાઝ નામનો વ્યક્તિ કરતો હોવાનું સામે આવ્યુ છે જ્યારે ગાડી માલિક પોતાની ભાડે આપેલી કર પરત માંગે ત્યારે એ પરત આપી પાછી બીજી ગાડી જે ગ્રાહક પાસેથી રૂપિયા લીધા હોય તેને આપી જતો પરંતુ આ ચેઇન ખોરવાઈ જતાં આવા અનેક બનાવ બન્યા હોવાનું રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ને ખબર પડતાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોડી રાત સુધી આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી અને આ કાર માળીયા જ નહિ પરંતુ મોરબી શહેરના એ ડિવિઝન અને બી ડિવિઝન વિસ્તારમાંથી પણ જે તે વિસ્તારની પોલીસની મદદ થી કબજે લેવામાં આવી છે. હાલ આ તમામ કારનો ટોટલ આંકડો જોઈએ તો આશરે પાંચ કરોડ ની કિંમતની થાય છે ત્યારે ભાડે કાર આપતા માલિકો પણ સેલ્ફ ડ્રાઇવ માટે આપતા પહેલા ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે.
કાર ને મામૂલી ભાવે વહેચી નાખતા અને પાછી થોડા દિવસો બાદ નવી કાર આપી જતાં.
અક્કી પટેલ અને બિલાલશા બંને આરોપીઓ રિયાઝ નામના વ્યક્તિ મારફતે ગ્રાહકો શોધતા અને કાર ને બે થી ત્રણ લાખ માં વહેચી નાખતા અને થોડા દિવસો બાદ ફરી નવી બીજી કાર તેને આપેલા રૂપિયા સામે આપી દેતા જો કે કાર માલિકોને આ બાબતે ખબર પડતા મોરબી જીલ્લામાં ગત રાત્રીના જ કાર લેવા પહોંચી ગયા હતા અને પોતાની રીતે શોધવાનો પ્રયત્ન કરતા મોરબીના એક વિસ્તારમાં મારામારી થઈ હતી જેમાં મોરબી બી ડિવિઝન પોલીસે રાજકોટના વીસ જેટલા વ્યક્તિઓ સામે રાંયોટિગ નો ગુનો નોંધ્યો હતો અને તમામની ધરપકડ પણ કરાઇ હતી.
હાલ આ કાર ભાડે લઈ બારોબાર વહેચી નાખવાનું કોભાંડ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને બહાર લાવવામાં સફળતા મળી છે ત્યારે આગામી સમયમાં પણ વધુ કાર અને a કોભાંડ સાથે જોડાયેલ વધુ ચહરાઓ સામે આવે તો નવાઈ નહી પરંતુ મોરબીના પછાત વિસ્તાર ગણાતા માળીયા મીયાણા હાઇવે પર લકરિયઝ કાર નો શો રૂમ ખોલવામાં આવ્યો હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો.