Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીના પીપળી ગામ નજીક જેટકો કર્મચારી ક્વાર્ટર બહાર પાર્ક કરેલ એકસાથે બે...

મોરબીના પીપળી ગામ નજીક જેટકો કર્મચારી ક્વાર્ટર બહાર પાર્ક કરેલ એકસાથે બે બાઈકની ચોરી

મોરબી તાલુકાના પીપળી ગામ નજીક આવેલ જીઈબી જેટકો સબસ્ટેશનના કર્મચારી ક્વાર્ટર બહાર પાર્ક કરેલ જેટકો કર્મચારીના બે બાઈકની એકસાથે કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઇ જતા જેટકોના બંને કર્મચારીઓ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં બાઈક ચોરી અંગે ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે બાઈક અંગેની પ્રાથમિક વિગતો મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

બાઈક ચોરીની નોંધાવેલ ફરિયાદની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ અરવલ્લી જીલ્લાના કડવાડા ગામના વતની હાલ પીપળી ગામની સીમમાં આવેલ જેટકો સબસ્ટેશનના કર્મચારી ક્વાર્ટરમાં રહેતા નિલેષકુમાર કનુભાઈ ડામોર તથા તેની સાથે જેટકો ક્વાર્ટરમાં રહેતા જીજ્ઞેશભાઈ રમેશભાઈ ખરાડી બંને જીઇબી જેટકોના કર્મચારીઓ જેમાં નિલેષકુમાર લાલપર જેટકો સબસ્ટેશનમાં ફરજ બજાવે છે જયારે જીજ્ઞેશભાઈ મહેન્દ્રનગર જેટકો સબસ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ બંને કર્મચારીઓને જેટકો તરફથી પીપળી ગામ નજીક આવેલ જેટકો સબસ્ટેશનના કર્મચારી કોલોનીમાં ક્વાર્ટર ફાળવ્યા છે તેઓ બંને એક ક્વાર્ટરમાં રહે છે, અને બંને કર્મચારી પોતાની નોકરીની જગ્યાએ જવા અલગ અલગ પોતાની માલિકીના બાઈકનો ઉપયોગ કરે છે. જેમાં નિલેષકુમાર પાસે યામાહા કંપનીનું આર૧૫વી ૪ બાઈક જેના રજી.જીજે-૩૧-એએ-૪૦૦૩ જયારે જીજ્ઞેશભાઈ પાસે પણ યામાહા કંપનીનું આર૧૫એબીએસ બાઈક જેના રજી.જીજે-૩૧-કે-૫૪૫૮ છે.

ત્યારે ગત તા.૩૧/૦૩ના રોજ રાત્રીના ૯ વાગ્યે નિલેષકુમાર તથા જીજ્ઞેશભાઈ તેમજ જેટકો કર્મચારી કોલોનીમાં રહેતા અન્ય કર્મચારી સાથે મોડીરાત્રીના આશરે બે વાગ્યા સુધી વાતો કરતા બેઠા હતા ત્યારે તેઓ બંનેએ પોતાના બંને બાઈક જેટકો ક્વાર્ટર બહાર પાર્ક કરેલ હતા. બાદ તેઓને બીજે દિવસે ૧/૦૪ના સવારમાં નિલેષકુમારને લાલપર જેટકો સબસ્ટેશનમાં નોકરીએ જવાનું હોય એટલે તેઓ વહેલી સવારમાં ૫ વાગ્યે ઉઠ્યા હતા ત્યારે તેઓની ક્વાર્ટર બહાર નજર જતા નિલેષકુમારનું અને જીજ્ઞેશભાઈના બાઈક તેની પાર્ક કરેલી જગ્યાએથી કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કર લઇ ગયા હોવાની જાણ થતા બંને કર્મચારીએ પોતાની રીતે આજુબાજુમાં બંને બાઈક અંગે તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી બાઈક ચોરી અંગે પ્રથમ ઈ-એફઆઈઆર બાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવતા પોલીસે નિલેષકુમારની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી બંને ચોરીમાં ગયેલ બાઈકની અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!