Thursday, May 2, 2024
HomeGujaratવાંકાનેરના ખંભારાપરામાં ભાઈ સાથે થયેલ ઝઘડાનો ખાર રાખી બહેન ઉપર લોખંડના પાઇપ...

વાંકાનેરના ખંભારાપરામાં ભાઈ સાથે થયેલ ઝઘડાનો ખાર રાખી બહેન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો

વાંકાનેરના ખંભારાપરા વિસ્તારમાં અવાડે પીવાનું પાણી ભરવા આવેલ યુવતી ઉપર ખંભારાપરા વિસ્તારમાં જ રહેતા શખ્સ દ્વારા અગાઉ યુવતીના ભાઈ સાથે થયેલ તકરારનો ખાર રાખી લોખંડના પાઇપ વડે હુમલો કરી યુવતીને માથામાં તથા ગળાના ભાગે ઈજાઓ પહોંચાડતા યુવતી દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર વાંકાનેરના ખંભારાપરામાં રહેતા ડાલીબેન લક્ષ્મણભાઇ થોભણભાઇ ફાંગલીયા ઉવ.૨૧ એ આરોપી તેજાભાઈ જીવણભાઈ ગમારા રહે ખભારાપરામાં વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ડાલીબેન પોતાના ગામના અવાડે પીવાનુ પાણી ભરવા જવાનુ થતુ હોય જે બાબતે આરોપી તેજાભાઈ સાથે અગાઉ બોલાચાલી થયેલ અને ડાલીબેનના ભાઇ વિરમ સાથે ઝગડો કરેલ હોય અને અવાર નવાર ગાળો બોલતા હોય જે બાબતની દાઝ રાખીને જયારે ડાલીબેન અવાડે પીવાનું પાણી ભરવા જતા આરોપી તેજાભાઇએ ગાળો બોલી લોખંડના પાઇપ વડે ડાલીબેનને માથામા તથા ગળાના પાછળના ભાગે મુંઢમાર માર્ટા ડાલીબેને વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!