મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં આવેલ રાજપૂત બારશાખ શેરીમાં બપોરે બાઈક પાર્ક કરવા મુદ્દે રફીક મેમણ અને મમુ દાઢી જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી. જેમાં રિવોલ્વરમાંથી ફાયરિંગ અને ઘાતકી હથિયારોથી હુમલો થતા ડબલ મર્ડરની ઘટના બની હતી. આ બનાવ બાદ બંને જૂથે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં મોટાભાગના આરોપીને ઝડપી રિમાન્ડ પૂર્ણ થયા બાદ જેલહવાલે કરાયા છે તો વધુ એક આરોપી ને ઝડપી લેવાયો છે. પોલીસે આશીફ સલીમ કાસમાણી (રહે. ગ્રીન ચોક લુહાર શેરી) વાળાને ઝડપી લીધો છે તો હજુ પણ મુખ્ય આરોપી મમુ દાઢી સહીતના બે શખ્શોની ધરપકડ બાકી હોય જેને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે