Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીમાં જિલ્લા ક્ષત્રિય સમાજની બેઠક યોજાઇ:એક એક ક્ષત્રિય પોતાની સાથે અન્ય સમાજના...

મોરબીમાં જિલ્લા ક્ષત્રિય સમાજની બેઠક યોજાઇ:એક એક ક્ષત્રિય પોતાની સાથે અન્ય સમાજના પાંચ પાંચ મત તોડીને ભાજપને હરાવવાની પ્રતિજ્ઞા લીધી

ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યોછે ત્યારે હવે પરસોતમ રૂપાલા એ ફોર્મ ભરી દઈએ સારવાર રીતે ઉમેદવારી નોંધાવી લીધી છે ત્યારે હવે ક્ષત્રિય સમાજ દ્વારા મતો થકી ભાજપને હરાવવા માટે તખ્તો ઘડવાની તૈયારી શરૂ કરી છે અને એ તૈયારીના ભાગ રૂપે મોરબીમાં જિલ્લા ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક યોજાઇ હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી નજીક આવેલ મધુપૂર ગામે કરણીસેના દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના ક્ષત્રિય સમાજના હોદેદારો સહિત યુવાનો હાજર રહ્યા હતા તેમજ પરસોત્તમભાઈ રૂપાલા અને ભાજપ વિરુદ્ધ આગળની રણનીતિ ની વાત કરતા કરણીસેના ના અધ્યક્ષ જયદેવસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે આગામી ચૂંટણી માં 26 બેઠક પર હવે ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવશે તેમજ અન્ય જ્ઞાતિને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે પ્રોત્સાહીત કરવામાં આવશે કારણ કે વારંવાર વિનંતી કરવા છતાં ભાજપે પરસોતમ રૂપાલા ની ટિકિટ રદ કરી નથી જેનું પરિણામ આગામી દિવસોમાં જોવા મળશે તેમજ જો રૂપાલા જીતી જશે તો પહેલો ઘા રૂપાલા પર જયદેવસિંહ જાડેજા જિલ્લા કરણીસેના અધ્યક્ષ કરશે અંતમાં જણાવ્યું હતું તેમજ આ બેઠકમાં જિલ્લાભરમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો ની હાજરી જણાઈ હતી આ લડાઈ હવે આરપાર ની હોવાનું ક્ષત્રિય સમાજે જણાવ્યુ હતુ તેમજ આવનારા દિવસોમાં ભાજપ હવે તૈયારી માં રહે કારણ કે રૂપાલા ની ટિકિટ રદ ન કરતા ભાજપ પક્ષ માં એટલો દોષિત છે જેટલો પરસોતમ રૂપાલા છે અંતમાં જયદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!