પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલ પરના વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે 25 મે એટલે કે વિશ્વ મેલેરીયા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય અધિકારીઓ દ્વારા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મલેરીયા નિર્મૂલન માટે શું કરવું અને શું ન કરવું તે બાબતની માહિતી પણ આપવામાં આવી હતી.
25 મે એટલે કે વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલ પરના વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ મળ્યા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ધીરેન મહેતા, જિલ્લા મેલેરીયા અધિકારી વિપુલ કરોલીયાની સૂચના અનુસાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલ પરના મેડિકલ ઓફિસર ડોક્ટર દર્શન ખત્રી, સુપરવાઇઝર દિપકભાઈ વ્યાસ, અમિતાબેન મુછડીયા ના માર્ગદર્શન અનુસાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલ પરન આરોગ્ય કર્મી દિલીપભાઈ દલસાણીયા, અનિલભાઈ પઢારિયા દ્વારા લાલપર તાલુકા શાળાના બાળકો તેમજ ગામજનોને પ્રોજેક્ટ થકી મેલેરીયા નિર્મૂલન માટે શું કરવું અને શું ના કરવું તે બાબતે માહિતી આપવામાં આવી હતી. ગપ્પી ફિસ અને પોરાનું નિર્દેશન કરાવી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તેમજ મેલેરીયા અટકાવવા માટે પપેટ શો નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકો અને લોકોને વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે મેલરીયા માદા એનોફીલીસ મચ્છર દ્વારા ફેલાય છે અને મચ્છર ચોખા અને પાણીમાં ઈંડા મૂકે છે, મેલેરિયા મચ્છર સાંજે થતાં રાતે વધારે સક્રિય હોય છે, મેલેરીયા રોગથી બચવા માટે લાંબી બાય ના કપડા પહેરવા જોઈએ, ઘરમાં રહેલ પાણીના પાત્રોને હવાચુસ્ત રીતે ઢાંકીને રાખો અને તેની નિયમિત સફાઈ કરો, નકામા ટાયર ભંગારનો ચોમાસા પહેલા નિકાલ કરો, મલેરિયાથી બચવા માટે દવા યુક્ત મચ્છરદાનીનો ઉપયોગ તેમજ સાંજના સમયે ઘરમાં લીમડાનો ધુમાડો અને મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરો, સરકારી દવાખાનાઓમાં મેલેરિયાનું નિદાન વિનામૂલ્ય ઉપલબ્ધ છે, તો સૌ સાથે મળી 2024માં ગુજરાતને મેલેરિયા મુક્ત બનાવીએ તેમ દિલીપ દલસાણીયાએ તમામને અપીલ કરી હતી. જે કાર્યક્રમને સફળ બનાવતા શ્રી લાલપર તાલુકા શાળાના પ્રિન્સિપાલ સહિત સાથી કર્મચારીઓએ મદદ કરી હતી.