વાંકાનેર પોલીસ દ્વારા સીટી તથા તાલુકામાં બે અલગ અલગ જુગારના દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વાંકાનેર સીટી વિસ્તારમાંથી વર્લી ફીચર્સના આંકડાનો જુગાર તથા તાલુકામાં સરતનપર ગામ નજીકથી નોટ નંબરનો જુગાર એમ બે દરોડામાં કુલ ત્રણ જુગારીને ઝડપી લેવામાં આવ્યા હતા.
પ્રથમ દરોડાની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જીનપરા જકાતનાકા નજીક જાહેરમાં વર્લી ફિચર્સના નસીબ આધારીત આકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમતા ધર્મેશભાઈ ઉર્ફે ધમો ચંપકલાલ ગુંદારીયા ઉવ.૩૯ રહે.વાંકાનેર ભાટીયા સોસાયટી શારદા સ્કુલ વાળી શેરીને વર્લી ફિચર્સના આકડાના જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડા રૂ.૩૨૦/- સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો.
જયારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકાના સરતનપર-માટેલ રોડ સેન્સો ચોકડી નજીક જાહેરમાં ચલણી નોટના નંબર ઉપર એકી-બેકીનો નસીબ આધારીત રૂપિયાની હારજીતનો જુગાર રમતા બાબુભાઇ ઉર્ફે રાજુભાઇ જાદવજીભાઇ લીલાપરા ઉવ.ર૦ રહે.હાલ રહે.માટેલ રોડ, દ્રારકાધીશ હોટલ પાછળ, મુળ ગામ સુંદરગઢ તા.હળવદ જી.મોરબી તથા રણછોડભાઇ વશરામભાઇ દેકેવાડીયા ઉવ.૩૮ રહે.વિરપર તા.વાંકાનેર જી.મોરબીને વાંકાનેર તાલુકા પોલીસે રોકડા ૫૫૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
ઉપરોક્ત જુગારના બે અલગ અલગ દરોડામાં કુલ ત્રણ આરોપીઓને વાંકાનેર પોલીસે ઝડપી લીધા હતા. ત્યારે ડાઈઓ દરમિયાન પકડાયેલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.