મોરબીના રફાળેશ્વર ગામ નજીક ત્રણ સરદારજી યુવકો સાથે ભૂંડ પકડવાના વિસ્તાર બાબતે બોલાચાલી કરી કાકાના દીકરો તથા કુટુંબીક બનેવી સહીત ચાર શખ્સો દ્વારા લોખંડ પાઇપ તથા લાકડાના ધોકા વડે માર મારવામાં આવતા ત્રણેય યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. હાલ મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઈજાગ્રસ્ત યુવકે હોસ્પિટલના બિછાનેથી ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા દેવાસીંગ ઉર્ફે કલ્લુસીંગ પ્રતાપસીંગ ડાંગી ઉવ.૨૮ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી જગદીશસિંગ ઉર્ફે જગ્ગુસીંગ રામસીંગ ડાંગી રહે મોરબી કાલીકાપ્લોટ નર્મદાહોલની પાસે શીવ સોસાયટી, શન્નીસીંગ મોહનસીંગ બાવરી રહે મોરબી લીલાપર રોડ, પ્રિતમસિંગ ગુરમુખસિંગ ટાંક રહે મોરબી-૨ સર્કીટ હાઉસની સામે તથા તીલકસિંગ ચંદાસીંગ ટાંક રહે. ટીંબડી પાટીયા પાસે વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૩/૦૫ના રોજ સાંજના આશરે સાડા છએક વાગ્યાના અરસામાં ફરીયાદી દેવસિંગ તથા તેમનો ભાણેજ સતપાલસિંગ તથા તેમનો બનેવી બલરામસિંગ એમ ત્રણેય લોકોએ સાથે મળી સરતાનપર રોડ ઉપરથી ભુંડ પકડેલ હોય જેથી આરોપી તીલકસીંગને ફોન કરી ભુંડનો કાંટો કરી મોટી ગાડીમા ભરવાના હોય જેથી પોતાની ગાડીમા ભુંડ ભરી કાંટો કરાવવા માટે રફાળેશ્વર ગામ નજીક વરુડી ચેમ્બરમાં આવેલ બાપા સીતારામ કાંટે જતા ત્યાં આ ઉપરોક્ત ચારેય આરોપીઓ હાજર હોય જેથી પોતાના વિસ્તારમા ભુંડ પકડવા બાબતે બોલાચાલી કરી ફરીયાદી તથા તેના ભાણેજ અને બનેવીને ગાળો આપતા ફીરયાદીએ ગાળો બોલવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપી જગદીશસિંગએ ફરીયાદીને લોખંડના પાઇપ વતી તથા આરોપી શન્નીસીંગ, પ્રિતમસિંગ, તીલકસિંગએ લાકડાના ધોકાથી ફરીયાદીને તથા સાથીને માર મારી શરીરે ઇજા કરી ફરીવખત પોતાના વિસ્તારમા ભુંડ પકડવા આવશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર દેવાસીંગએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.