મોરબીમાં તા.૦૫ મે ના રોજ સિનિયર સીટીઝન ફાઉન્ડેશન-મોરબીના પ્રમુખ ર્ડો. બી.કે.લહેરૂના અધ્યક્ષસ્થાને ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ સેવકોનું સન્માન, ડબલ સુપર સિનિયર સિટિઝનનું સન્માન, કવિઝ્ કોન્ટેસ્ટ, તેમજ સિનિયર સીટીઝન ફોઉન્ડેશનના સભ્યના જન્મદિનની ઉજવણી સહિતના વિવિધસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બહુ મોટી સંખ્યામાં સિનિયર સીટીઝન ફોઉન્ડેશનના સભ્યો, રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ત્રિવિધ કાર્યક્રમમાં ગ્રાહક સુરક્ષા સેતુ દ્વારા નિષ્ઠાથી સમાજસેવા કરતા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા, મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ ગૌસ્વામી તથા ડબલસુપર સિનિયર સીટીઝન ૧૦૫ વરસ પુરા કરનાર આદરણીય ઉજીબેન પ્રેમજીભાઈ ભાગિયાનું શાલ, સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કે.પી. ભાગિયા દ્વારા કવીઝ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અનુક્રમે ગોવિંદભાઈ ટાંક, જયેશભાઇ શાહ, શ્રી દેસાઈ મનસુખ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને વિજેતા જાહેર થયા હતા. જેઓને ર્ડો. લહેરૂ પરિવાર દ્વારા સ્પે. ગિફ્ટ આપવામાં આવી હતી. બાદ સિનિયર સીટીઝન ફોઉન્ડેશનના સભ્ય ખોડિદાસ પાડલીયાને તેમના જન્મદિવસ નિમિતે તેઓનું સન્માન કરી સ્મૃતિ ભેટ આપી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમ અનુસંધાને ર્ડો.ભાલોડિયા સાહેબ અને ઓઝાસાહેબે માતૃમહિમા વિષયક ગીત રચનાઓ સૂરીલા કંઠથી રજૂ કરી હતી. અંતમાં ખોડીદાસ પાડલીયાના જન્મદિવસ નિમિતે તેઓ દ્વારા ભોજનની વ્યવસ્થા રાખેલ હતી.
આ પ્રસંગે વકિલ ઓઝાસાહેબ, પત્રકાર સુરેશ ગૌસ્વામી, આડેસરાસાહેબ, ડો. દિલિપ પૈજા, ડો. લહેરુસાહેબ, ક્રિષ્નાબેન, ડો.એમ ડી જાડેજા, શ્રીલાલજીભાઈ મહેતા, નારણભાઈ ભાડજા, શ્રી ટી.સી. ફુલતરિયા, ડો. ભાવેશ જેતપરિયા વગેરે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મનનીય વક્તવ્યો આપ્યા હતાં. આ સાથે કથાકાર ર્ડો.દિલિપ પૈજા, ઠાકરશીભાઈ સવાણી, ટી.સી ફૂલતરિયા, કેશુભાઈ પાડલિયાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારે આ ત્રિવિધ કાર્યક્રમમાં મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા, કથાકાર ર્ડો.દિલીપભાઈ, મોરબીના ધારાશાસ્ત્રી ઓઝાસાહેબ, મોરબી પત્રકાર એસોસિયેશનના પ્રમુખ સુરેશ ગોસ્વામી, અબતક-ટીવી13ના પત્રકાર ઋષિભાઈ મહેતા, પત્રકાર રાકેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં સમાજસેવાની ભાવનાવાળા મોટી સંખ્યામાં સિનિયર સીટીઝન સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ર્ડો.ભાવેશ જેતપરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી મહેશભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઇ મહેતા, પ્રિ. કુંડારિયાસાહેબ, રાંકજાસાહેબ, ભાગિયાસાહેબ, ચડાસણિયાસાહેબ, સવજીભાઈ અઘારા અને સિનિયર સીટીઝન ફાઉન્ડેશન-મોરબીના કારોબારી સદસ્યોએ જહેમત લીધી હતી.