બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર બસીર આહમદભાઇ મીરા (રહે-સીપાઇ શેરી, વાંકાનેર)એ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨ના રોજ રાત્રીના આઠેક વાગ્યે વાંકાનેરમાં સીટી સ્ટેશન રોડના ઓવરબ્રીજ પર વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ પર તેમના પિતા આહમદભાઇ ઉમરભાઇ મીરા ચાલીને રોડ ક્રોસ કરતા હતા. ત્યારે આરોપી મોટરસાયકલ રજી નં. જીજે-૦૬-એફએમ-૦૯૮૦ના ચાલકે મોટરસાઇકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આહમદભાઇને હડફેટે લેતા તેમને માથાના ભાગે તથા હાથે-પગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું. વાંકાનેર સીટી પોલીસે બાઇકચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી બાઈકચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.