Thursday, October 10, 2024
HomeGujaratમોરબીના વીસીપરા વિસ્તારમાં માલવાહક રીક્ષાની ઠોકરે ૯ વર્ષીય માસુમ બાળકનું મૃત્યુ

મોરબીના વીસીપરા વિસ્તારમાં માલવાહક રીક્ષાની ઠોકરે ૯ વર્ષીય માસુમ બાળકનું મૃત્યુ

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગર સુમરા સોસાયટીની શેરીમાં બાળકો રમતા હોય ત્યારે પુરપાટ ગતિએ આવતી માલવાહક રીક્ષાએ ૯ વર્ષીય બાળકને હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં માસુમ બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી માલવાહક રીક્ષાનો ચાલક પોતાની રીક્ષા મૂકીને નાસી ગયો હતો. ત્યારે સમગ્ર અકસ્માત મામલે મૃતક બાળકની માતા દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના વીસીપરા સુમરા સોસાયટી વિજયનગર શેરી નં.૧ માં ભાડેના મકાનમાં રહેતા મૂળરહે.મોરબી રેલ્વે સ્ટેશન પાછળ ખાડા વિસ્તારના રહેવાસી નાજીયાબેન જાવીદભાઇ સીદીકભાઇ સુમરા ઉવ.૩૦ નો ૯ વર્ષીય દીકરો સુલતાન જાવીદભાઈ સુમરા પોતાના રહેણાંકની શેરીમાં અન્ય બાળકો સાથે રમતો હોય ત્યારે શેરીમાંથી પુરપાટ ઝડપે નીકળેલ માલવાહક રીક્ષા રજી. જીજે-૦૬-વાય-૯૨૧૩ ના ચાલકે પોતાની માલવાહક રીક્ષા ગફલતભરી અને બેદરકારી પૂર્વક ચલાવી શેરીમાં રમતા બાળકને હડફેટે લેતા ૯ વર્ષીય માસુમ બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અકસ્માતના બનાવ બાદ માલવાહક રીક્ષાનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર રેઢું મૂકી નાસી ગયો હતો. હાલ મૃતક માસુમ બાળકની માતા દ્વારા માલવાહક રીક્ષાના આરોપી ચાલક વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!