Saturday, October 19, 2024
HomeGujarat"ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા ગયેલ યુવક વિરુધ્ધ ખોટી પોલીસ ફરિયાદ?નગરપાલીકાના અધિકારીઓ અને કર્મચારીઓ...

“ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા ગયેલ યુવક વિરુધ્ધ ખોટી પોલીસ ફરિયાદ?નગરપાલીકાના અધિકારીઓ અને કર્મચારીઓ પર પગલાં લેવા બાબતે કરાઈ રજૂઆત

મોરબીમાં નહેરુ ગેટ પાસે આવેલી ચીચા કંદોઈ શેરીમાં વર્ષોથી રહેતા વિશાલ પ્રદીપભાઈ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી ઉપર થયેલ ખોટી ફરિયાદ તેમજ ભ્રષ્ટાચાર આચરતા નગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓ ઉપર પગલાં લેવા બાબતે અરજી આપી રજૂઆત કરી છે

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના નેહરુ ગેટ પાસે આવેલ ચીચા કંદોઈ શેરીમાં રહેતા અને બુઢ્ઢા બાવાની શેરી ખાતે મોબાઇલ રીપેરીંગની દુકાન ચલાવતા ફરિયાદીની દુકાન અને મકાનની આજુબાજુ મોટા પ્રમાણમાં ખુલ્લી ગટરો અને કચરા ઉપાડવા અને વાળવા માટેની સમસ્યા સર્જાઈ રહી છે. જેને લઈને મોરબી નગરપાલિકામાં અનેક વખત લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. મોરબી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ ગટર કાઢી રોડ ઉપર ઢગલો કરી વહી જતા તે બાબતે પણ નગરપાલિકાની નાની બજાર ખાતે આવેલ ઓફિસે ૨૩/૦૫/૨૦૨૪ ના રોજ પહોચી હાજરી માસ્ટર અશોક અને કિશોરસિંહ જે મોરબી નગરપાલિકામાં ફરજ પર આવતા હોય બંને કર્મચારીઓએ બિન કાયમી રોજમદારને હાજરીકાર્ડમાં ખોટા સમય બતાવીને હાજરી પૂરી હતી. જેનું વિડીયો રેકોર્ડિંગ કરી લેતા આ બંને કર્મચારીઓ દ્વારા ફરિયાદી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ રોકાવટ નો ગુનો દાખલ કરાયો હતો. અરજદાર એ કલેકટરને આવેદન પાઠવી પોતે ફરજ રૂકાવટ માટે નહીં પરંતુ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી અટકાવવા માટે ગયા હતા. જેને લગતા વિડીયો રેકોર્ડિંગના પુરાવા પણ અરજદાર પાસે છે તેમ કલેકટરને જણાવી નગરપાલિકાના હાજરી માસ્ટર અશોકભાઈ અને કિશોરસિંહ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય તપાસ કરી અન્ય કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ ? તે દિશામાં તપાસ કરી લેખિત ફરિયાદ વિશાલ સેજપાલ દ્વારા કરવામાં આવી છે…..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!