હળવદના અમરાપર ગામની સીમમાં માટીની ભેખડ પડતા દબાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત થયું હતું. બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ પંચમહાલ જીલ્લાના રહેવાસી પ્રવીણભાઈ કોદરભાઇ પગી (ઉ.વ.૨૫) નામનો શ્રમિક યુવાન ગત તા. ૧૦નાં રોજ અમરાપર ગામની સીમમાં જેટકો (વેન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર) પોલ ઉભા કરવાના ખાડામાં પોલની ભરાઈનું કામ કરતા હોય દરમ્યાન માટીની ભેખડ પડતા માટીમાં દબાઈ જતા યુવાનનું મોત થયું હતું હળવદ પોલીસે બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે